WhatsApp પર દરેક મેસેજ માટે કરી શકાશે Like અને ઈમોજી રિએક્ટ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર

|

Jan 15, 2022 | 12:19 PM

WhatsApp એક નવા ફીચર 'મેસેજ રિએક્શન' પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર કંપની લાંબા સમયથી આ મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે, જેનાથી યુઝર્સ મેસેજ પર રિએક્શન આપી શકશે.

WhatsApp પર દરેક મેસેજ માટે કરી શકાશે Like અને ઈમોજી રિએક્ટ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર
WhatsApp (Symbolic Image)

Follow us on

વિશ્વભરમાં લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) એક નવા ફીચર ‘મેસેજ રિએક્શન’ (Message Reaction) પર કામ કરી રહી છે. કંપની આ મેસેજ રિએક્શન ફીચરને iOS યુઝર્સ માટે લાવવા પર કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર કંપની લાંબા સમયથી આ મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે, જેનાથી યુઝર્સ મેસેજ પર રિએક્શન આપી શકશે. આ એ જ રીતે કામ કરશે જે રીતે યુઝર્સ ફેસબુક મેસેન્જર અથવા ઈન્સ્ટાગ્રામ પર કરતા હોય છે.

રિપોર્ટ અનુસાર મેસેજ રિએક્શન ટૂંક સમયમાં જ સાર્વજનિક લોન્ચ કરવામાં આવશે. WABetaInfo અનુસાર WhatsApp બીટાના iOS વર્ઝન 22.2.72ના મેસેજ રિએક્શનને નવા સેટિંગમાં રજૂ કરવામાં આવશે, જેથી મેસેજ રિએક્શનના નોટિફિકેશનને મેનેજ કરી શકાય. અગાઉ, WhatsApp સેટિંગ્સમાં આ વિકલ્પનું પ્રીવ્યુ કરી શકતું હતું,

પરંતુ હવે WhatsApp તેને તમામ iOS બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરી રહ્યું છે. આ સાથે તમે મેસેજ અને ગ્રુપ ચેટ્સ માટે મેસેજ નોટિફિકેશન એનેબલ અથવા ડિસેબલ કરી શકશો, તેમજ વપરાશકર્તાઓ તે પસંદ કરી શકશે કે તેઓ રિએક્શન નોટીફિકેશન ઈચ્છે છે કે નહીં. WABetaInfoના રિપોર્ટ અનુસાર WhatsApp આ ફીચરને બહુ જલ્દી રજૂ કરશે. હાલમાં બીટા ટેસ્ટર્સ મેસેજ પર પ્રતિક્રિયા આપી શકતા નથી.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

6 રિએક્શન વિકલ્પો મળશે

WABetaInfoના અહેવાલ મુજબ વપરાશકર્તાઓ મેસેજ પર રિએક્શન આપી શકશે અને રિએક્શન ફક્ત 6 ઈમોજી સુધી મર્યાદિત હશે, જે લાઈક(Like), Love (હાર્ટ), હસવું(Laugh), આશ્ચર્ય (Surprise), દુઃખી(Sad) અને આભાર (Thanks) હશે.

અત્યારે એ સ્પષ્ટ નથી કે વોટ્સએપ રિએક્શનમાં વધુ ઈમોજી આપશે કે નહીં. યુઝર્સ બે અલગ-અલગ ટેબમાં મેસેજની તમામ રિએક્શન જોઈ શકશે. હાલમાં એ જાણી શકાયું નથી કે આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે આપવામાં આવશે કે નહીં. આ સિવાય WhatsApp એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે ઘણા ફીચર્સ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો: એક વખત રોપ્યા બાદ ખેડૂતો સાત વર્ષ સુધી મેળવી શકે છે ઉત્પાદન, દુનિયાના સૌથી મીઠા છોડથી ખેડૂતો કરી રહ્યા છે કમાણી

આ પણ વાંચો: India Corona Update: દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, સામે આવ્યા 2.68 લાખ નવા કેસ, ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 6,000ને પાર

Published On - 12:17 pm, Sat, 15 January 22