જાણો કેવી રીતે ઇન્ટરનેટ વિના ફોન પર ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવો

|

Mar 27, 2022 | 10:52 PM

આજે અમે તમને લોકપ્રિય એપ્લિકેશન ગુગલ મેપ્સનો ઉપયોગ ઇન્ટરનેટ વગર કેવી રીતે સરળતાથી ઉપયોગ કરવો તેમની ટિપ્સ અને ટ્રિક્સ વિષે જણાવીશું. ગુગલ મેપ્સ એ રોજ-બરોજના જીવનમાં ઉપયોગ થતી એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે.

જાણો કેવી રીતે ઇન્ટરનેટ વિના ફોન પર ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવો
Google Maps (File Photo)

Follow us on

Google Maps એ એક એવી એપ્લિકેશન છે જેનો આપણે સૌ કોઈ રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર એવું બનતું હોય છે કે, આપણે જે જગ્યા પર જવા માંગતા હોઈએ કે, રસ્તામાં મુસાફરી કરતા હોઈએ ત્યારે ઇન્ટરનેટની સ્પીડ વધતી- ઘટી જોવા મળે છે. આ કારણે આપણે સરખી રીતે લોકેશન સર્ચ કરી શકતા નથી. અમે તમને જણાવી દઈએ કે, તમે ગુગલ મેપ્સ પર ઑફ્લાઇન સર્ચ પણ (Offline Search) કરી શકો છો. Google Maps ઑફલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તે માટેની અહીં એક સરળ પ્રક્રિયા છે. આ એપ iOS અને Android આમ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, Google Maps એ તમને ઑફલાઇન સર્ચ સુવિધા તમને ઇન્ટરનેટ વિના લોકેશન નેવિગેટ કરવાની મંજૂરી આપે છે. ખાસ કરીને આ ત્યારે ઉપયોગી છે જ્યારે કોઈ વિસ્તારમાં નેટવર્ક કવરેજ નબળું હોય. આ સુવિધા સાથે, તમે ઑફલાઇન ઉપયોગ માટે નકશા પ્રી-ડાઉનલોડ પણ કરી શકો છો. Google Maps પર ઑફલાઇન નકશા કેવી રીતે ડાઉનલોડ કરવું તે માટેની અહીં એક સરળ પ્રક્રિયા છે.

અમે તમને જણાવી દઈએ કે, આ પ્રક્રિયા શરૂ કરવા માટે તમારે તમારા ડિવાઇસ પર Google Maps એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે. એકવાર તમારા ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઈ જાય, પછી આ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા 

1) ગુગલ મેપ્સ એપ્લિકેશનમાં જઈને સર્ચ બાર પર, તમે જે- તે જગ્યાના નકશા ડાઉનલોડ કરવા માંગો છો તે સ્થાનનો નકશા શોધો. અમે તમને જણાવી દઈએ કે, કોઈ ચોક્કસ સ્થાન દાખલ કરવાને બદલે, તમારે કોઈ મોટું સ્થળ અથવા શહેર શોધવાની જરૂર પડશે.

2) તમારી મોબાઈલ સ્ક્રીનના તળિયે લોકેશનના નામ પર ટેપ કરવાથી એડ્રેસ ફૂલ સ્ક્રીન પર આવશે અને વધારાના વિકલ્પો ઓફર કરશે.

3) તમારી મોબાઈલ સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં, તમને ત્રણ બિંદુઓ દેખાશે, ત્યાં વધારાના વિકલ્પને તપાસવા માટે તેના પર ટેપ કરો.

4) ત્યારબાદ પોપ-અપ મેનૂમાંથી, ઑફલાઇન નકશાનો વિકલ્પ પસંદ કરીને તેને ડાઉનલોડ કરો.

5) તમારે કયો વિસ્તાર ડાઉનલોડ કરવો છે તે પસંદ કરો અને ત્યારબાદ ગૂગલ મેપ્સ ડાઉનલોડ કરવાના નકશાનો ચોક્કસ વિસ્તાર બતાવશે.

6) ત્યારપછી ડાઉનલોડ બટન દબાવો, ડાઉનલોડ સ્ક્રીન પર પ્રોગ્રેસ બાર બતાવવાનું શરૂ કરશે. એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી, તમે ડાઉનલોડ કરેલા નકશાને ઑફલાઇન ઍક્સેસ કરી શકો છો.

અમે તમને જણાવી દઈએ કે, અહીયા કેટલીક બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ઑફલાઇન નકશા લગભગ 15 દિવસ પછી સમાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત આ નકશા તમારા મોબાઈલમાં ઘણા બધા ડેટા અને સ્ટોરેજનો ઉપયોગ કરે છે, તેથી મેનૂ> ઑફલાઇન વિસ્તાર> સેટિંગ્સ> સ્ટોરેજ પર્ફોર્મન્સ પર જાઓ અને તમારી ડિવાઈસના SD કાર્ડ પસંદ કરવું જોઈએ.

આ પણ વાંચો – Tech News: WhatsApp પર જલ્દી જ 2GB સુધીની ફાઈલ કરી શકાશે શેર, આવી રહ્યું છે નવું અપડેટ 

Next Article