આજે કૂ (Koo) વિશ્વનું પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે, જે તેના યુઝર્સને સેલ્ફ વેરિફિકેશન (Self Verification) કરવાની મંજૂરી આપે છે. આ ફીચર દ્વારા યુઝર પોતાના સરકારી આઈડી અથવા આધાર કાર્ડનો (Aadhar Card) ઉપયોગ કરીને પોતાની પ્રોફાઈલ સેલ્ફ -વેરિફાઈ કરી શકે છે. કૂ એપ એ ભારતમાં બનેલું બહુભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ છે. આ સુવિધા દ્વારા, કોઈપણ વપરાશકર્તા હવે તેના સરકાર દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ પર તેની પ્રોફાઇલને એક જ ક્ષણમાં સેલ્ફ-વેરિફાઈ કરી શકે છે.
Koo એપ એ પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેણે મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા, 2021ના નિયમ 4(7) મુજબ આ સુવિધાને સક્ષમ કરી છે. Kooના યુઝર્સ હવેથી ભારત સરકાર દ્વારા જારી કરાયેલા ID અથવા આધાર નંબર સાથે તેમના Koo એકાઉન્ટની સેલ્ફ-વેરિફિકેશન કરવામાં સમર્થ હશે.
જો તમારી પાસે કોઈ ભારતીય ફોન નંબર છે. જે તમારા આધાર નંબર અથવા સરકારી ID સાથે લિંક થયેલો છે, તો તમે તમારા Koo એકાઉન્ટને ચકાસવા માટે આ સ્ટેપ્સને ફોલો કરવાનું રહેશે.
અમે તમને જણાવી દઈએ કે, કંપનીએ કહ્યું છે કે તે તેમના યુઝર્સની ચકાસણી માટે થર્ડ પાર્ટી સર્વે કરી રહી છે. Koo દાવો કરે છે કે તે વપરાશકર્તાઓની આધાર વિગતો સંગ્રહિત કરશે નહીં.
Koo, જે લોકપ્રિય એપ્લીકેશન ટ્વિટરનો ભારતીય વિકલ્પ છે, કે જે માર્ચ 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો. Koo એપ ભાષા-આધારિત માઇક્રો-બ્લોગિંગમાં નવો ફેરફાર લાવી રહી છે. કૂ એપ હાલમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, કન્નડ, તમિલ, તેલુગુ, આસામી, બંગાળી અને અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 11:43 pm, Wed, 6 April 22