સવાલ એ છે કે આ પેટ્રોલમાં શું તફાવત છે અને તે વાહનને કેવી રીતે અસર કરે છે. ઘણીવાર લોકોના મનમાં સવાલ થાય છે કે પ્રીમિયમ પેટ્રોલમાં એવું શું અલગ છે કે તેના માટે વધુ પૈસા વસૂલવામાં આવે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે રેગ્યુલર પેટ્રોલ અને નોર્મલ પેટ્રોલમાં કેટલો તફાવત છે.
ભારતમાં ત્રણ પ્રકારનું પેટ્રોલ ઉપલબ્ધ
ભારતમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના પેટ્રોલ ઉપલબ્ધ છે. આમાં એક સામાન્ય પેટ્રોલ અને બીજું પ્રીમિયમ પેટ્રોલ છે. આ સિવાય હાઈ ઓક્ટેન પેટ્રોલ પણ છે. પ્રીમિયમ પેટ્રોલ પાવર, સ્પીડ અને એક્સ્ટ્રા માઈલ, હાઈ સ્પીડ જેવા નામોથી ઓળખાય છે. આ નામો દરેક કંપનીના આધારે અલગ અલગ રીતે નક્કી કરવામાં આવે છે.
સામાન્ય અને પાવર પેટ્રોલ વચ્ચેનો તફાવત
જો આપણે સામાન્ય અને પાવર પેટ્રોલની વાત કરીએ તો પાવર પેટ્રોલ એક રીતે પ્રીમિયમ પેટ્રોલ છે. સામાન્ય પેટ્રોલ એટલે જે સામાન્ય રીતે મળતુ હોય છે તે પેટ્રોલ. આ બે પેટ્રોલ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રીમિયમ અથવા પાવર પેટ્રોલમાં ઓક્ટેનનું પ્રમાણ ઘણું વધારે છે.
પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ વિવિધ પ્રકારના પેટ્રોલને ઓક્ટેનની માત્રાના આધારે વિભાજિત કરવામાં આવે છે. જો આપણે રેગ્યુલર પેટ્રોલની વાત કરીએ તો તેનું ઓક્ટેન રેટિંગ 87 સુધી હોય છે, જ્યારે મિડ ગ્રેડ પેટ્રોલમાં આ ક્વોન્ટિટી 88 થી 90 સુધીની હોય છે. આ સિવાય શ્રેષ્ઠ પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ 91 થી 94 છે.
ઓક્ટેનની અસર શું છે?
વાસ્તવમાં, જે પેટ્રોલમાં વધુ ઓક્ટેન હોય છે તે એન્જિનમાં એન્જીન-નૉકિંગ અને ડિટોનેટિંગ ઘટાડે છે. એન્જીન-નોકિંગ અને ડિટોનેટિંગ એ એન્જિનમાંથી આવતા અવાજને નિયંત્રિત કરવા માટેના યાંત્રિક શબ્દો છે. એવું નથી કે હાઈ ઓક્ટેન પેટ્રોલ દરેક વાહનમાં ફાયદાકારક હોય છે. આ તે વાહનો માટે સાચું છે, જેમાં ઉચ્ચ કમ્પ્રેશન સિસ્ટમ હોય છે. ઓક્ટેન એન્જિનને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવામાં મદદ કરે છે, જેનાથી વાહન માલિકને ઘણો ફાયદો થાય છે. આ માટે તમારે લાંબા સમય સુધી તેનો સતત ઉપયોગ કરવો પડશે.
પ્રીમિયમ ફ્યુઅલના ફાયદા શું છે
પ્રીમિયમ ફ્યુઅલ એટલે કે ઇંધણના ફાયદા વિશે વાત કરીએ તો, તે ફ્યુઅલ ઇકોનોમીમાં વધારો કરે છે. પ્રીમિયમ ફ્યુઅલના કારણે એન્જિન સારી રીતે કામ કરે છે અને એન્જિનને વધારે ઇંધણની જરૂર નથી પડતી. ઉપરાંત, તે વાહનની ગતિ અને શક્તિ પર અસર કરે છે. જ્યારે તમે પાવર પેટ્રોલનો ઉપયોગ કરો છો, ત્યારે તે સીધા જ એન્જિનનો નૉક ઘટાડે છે અને બળતણની શક્તિ વાહનની શક્તિને અસર કરે છે.
આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર
આ પણ વાંચો: આખા પાકિસ્તાનમાં 25 નવેમ્બરે બંધ રહેશે પેટ્રોલ પંપ, ઈમરાન સરકારની આ ભૂલની સજા ભોગવી રહી છે સામાન્ય જનતા