લૉ ની પરીક્ષામાં ChatGPT એ કરાવી દીધી ફેલ, કિમ કાર્દિશિયનનો મોટો ખૂલાસો

કિમ કાર્દિશિયને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ)ને લઈને એક ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે કેવીરીતે ચેટજીપીટી (ChatGPT)એ તેને લૉની સ્ટડી દરમિયાનની એક ટેસ્ટમાં ફેલ કરાવી દીધી.

લૉ ની પરીક્ષામાં ChatGPT એ કરાવી દીધી ફેલ, કિમ કાર્દિશિયનનો મોટો ખૂલાસો
| Updated on: Nov 06, 2025 | 1:57 PM

AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ) નો ક્રેઝ આજકાલ સમયની સાથે સાથે વધી રહ્યો છે. ઓફિસના કામ કરવાથી લઈને શિક્ષણ સહિતના અનેક કામોમાં આ ઘણુ ઉપયોગી છે. જો કે, રિયાલિટી સ્ટાર કિમ કાર્દિશિયને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) ને લઈને એવો કટાક્ષ કર્યો છે કે જેનાથી લોકો અચંબિત થઈ રહ્યા છે. તેમણે જણાવ્યુ છે કે કેવી રીતે ChatGPT એ તેને લૉ ની એક્ઝામ દરમિયાન ફેલ કરાવી. આપની જાણકારી માટે જણાવી દઈએ કે કિમ એ Vanity Fair ના એક નવા વીડ્યોમાં આનો ખૂલાસો કર્યો છે. આ વીડિયોમાં તે એક લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપી રહી હતી. સિંગર અને એક્ટ્રેસ ટેયાના ટેલરે કિમને AI વિશે પૂછ્યુ કે શું તેણી તેને દોસ્ત માને છે? તો તેનો જવાબ આપતા કિમે કહ્યુ નહીં. તેનુ કારણ પણ આપ્યુ. આવો જાણીએ આખરે કિમે કેમ એવુ કહ્યુ અને કઈ રીતે AI એ તેને ટેસ્ટમાં ફેલ કરાવી દીધી.

લીગલ સલાહ માટે કરે છે ChatGPT નો ઉપયોગ

કિમે vanity fairની યુટ્યુબ સિરિઝ માટેના એક વીડિયોમાં ખુલાસો કર્યો છે કે તે કાનૂની સલાહ માટે OpenAI ના ચેટબોટ, ChatGPT નો ઉપયોગ કરે છે. તે ઘણીવાર કાનૂની પ્રશ્નોના ફોટા લે છે અને ChatGPT પર અપલોડ કરે છે. જોકે, ChatGPT વિશ્વસનીય સ્ટડી પાર્ટનર સાબિત થયું નથી. કિમે કહ્યું કે તે હંમેશા ખોટું સાબિત થાય છે, જેના કારણે તેને વારંવાર ટેસ્ટમાં ફેલ થઈ છે. કિમે એ પણ ખુલાસો કર્યો પછી તેને ગુસ્સો આવે છે અને તે બૂમો પાડીને કહે છે કે “તે મને ફેલ કરાવી દીધી, આવુ કેમ કર્યુ?”

કિમે મજાક કરતા જણાવ્યુ કે તે ક્યારેક ચેટબોટ સાથે એવી રીતે દલીલ કરે છે જાણે તે કોઈ માણસ હોય. કિમના મતે, ચેટબોટ જવાબ આપે છે, તે ફક્ત તમને તમારા અંતરાત્મા પર ભરોસો કરવાનુ શીખવીર રહ્યુ છે. “તમને પહેલાથી જ જવાબ જાણતા હતા.” કિમ અને ટેયાના ટેલર બંને તેમના નવા Hulu લીગલ ડ્રામા ફેરનું પ્રમોશન કરી રહ્યા છે, જેનું પ્રીમિયર આ અઠવાડિયે થયું હતું.

AI લોકોને ક્યાંકને ક્યાંક નિરાશ કરી રહ્યુ છે

કિમનો અનુભવ જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે લોકો જે રમૂજ અને હતાશાનો સામનો કરે છે તે બંનેને છતી કરે છે. ChatGPT જેવા ચેટબોટ્સ ભલે બહુ બુદ્ધિશાળી દેખાઈ, પરંતુ તેઓ ખરેખર તેમને આપવામાં આવતી માહિતીને સમજી શકતા નથી.

ખુદને સૌથી મોટા શાંતિદૂત ગણાવનાર ટ્રમ્પે તેના ડિપાર્ટમેન્ટ ઓફ વૉરને પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ કેમ છોડ્યો- વાંચો