Jio અને Airtel ગ્રાહકોને આપી શકે છે મોટો ઝટકો, રિચાર્જ પ્લાન થઈ શકે છે મોંઘા – રિપોર્ટ

|

Apr 13, 2024 | 1:52 PM

Jio-Airtel : Jio અને Airtel ટેલિકોમ યુઝર્સને મોટો ઝટકો આપી શકે છે. બંને કંપનીઓ આગામી દિવસોમાં તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે. ડિસેમ્બર 2021માં ટેલિકોમ ઉદ્યોગમાં મોટો ભાવ વધારો જોવા મળ્યો હતો. એવી ધારણા છે કે Jio અને Airtel આગામી થોડા મહિનામાં તેમના પ્લાન 15 થી 17 ટકા મોંઘા કરી શકે છે.

Jio અને Airtel ગ્રાહકોને આપી શકે છે મોટો ઝટકો, રિચાર્જ પ્લાન થઈ શકે છે મોંઘા - રિપોર્ટ
Jio and Airtel recharge

Follow us on

Jio અને Airtel કંપની તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપી શકે છે. ટેલિકોમ ઉદ્યોગમાં છેલ્લો ટેરિફ વધારો ક્યારે કરવામાં આવ્યો હતો? કદાચ તમે એરટેલના ન્યૂનતમ રિચાર્જ પ્લાનને રૂપિયા 99 થી વધારીને રૂપિયા 155 ભાવ વધારો કહી શકો છો, પરંતુ એવું નથી. ટેલિકોમ કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના એકંદર પોર્ટફોલિયોમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી.

5G સેવા શરૂ થયા પછી પણ આપણે ટેરિફ કિંમતમાં વધારો જોયો નથી, જે ટૂંક સમયમાં થઈ શકે છે. માર્કેટ વિશ્લેષકોનું એવું માનવું છે કે, Antique Stock Brokingનો અંદાજ છે કે લોકસભા ચૂંટણી પછી ભાવમાં 15 થી 17 ટકાનો વધારો જોવા મળી શકે છે. આ ભાવ વધારો ભારતી એરટેલના પ્લાનમાં જોવા મળશે.

વર્ષ 2021માં મોટો વધારો થયો હતો

PTIના અહેવાલ મુજબ છેલ્લી કિંમતમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે ડિસેમ્બર 2021માં થયો હતો. એવો અંદાજ છે કે ભારતી એરટેલ તેના ARPUને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. કંપની નાણાકીય વર્ષ 2027 સુધીમાં એવરેજ એવન્યુ પર યુઝર્સને 208 રૂપિયાથી વધારીને 286 રૂપિયા સુધી પહોચાડી શકે છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ અટકળો ઘણા કારણોસર કરવામાં આવી છે. આમાં ટેરિફમાં વધારો, ગ્રાહકોનું 2G થી 4G માં કસ્ટમર્સનું ટ્રાન્ઝેક્શન અને મોંઘા ડેટા પ્લાન પર સ્વિચ કરવા જેવા કારણોનો સમાવેશ થાય છે. જો કે હાલમાં આ મામલે ટેલિકોમ કંપનીઓ દ્વારા કોઈ ઓફિશિયલી માહિતી આપવામાં આવી નથી.

ટેલિકોમ કંપનીઓએ જવાબ આપ્યો નથી

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ સમાચાર લખાય છે ત્યાં સુધી ટેલિકોમ કંપનીઓએ કોઈ માહિતી આપી નથી. Antique Stock Brokingનો અંદાજ છે કે એરટેલના ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.

હાઇ સ્પીડ ડેટા માટે અલગ રિચાર્જ પ્લાન રજૂ કરી શકે

Jio અને Airtel એ ઘણા શહેરોમાં 5G નેટવર્ક શરૂ કરી દીધું છે. બંને ટેલિકોમ કંપનીઓએ 5G રોલઆઉટ પછી તેમના રિચાર્જ પોર્ટફોલિયોમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી, જે લાંબા સમયથી આશા રાખવામાં આવી રહી છે.

આ કારણે માર્કેટ વિશ્લેષકોનું એવો અંદાજો લગાવી રહ્યા છે કે જલ્દી આપણને એક ભાવમાં વધારો જોવા મળી શકે છે. Jio, Airtel અને અન્ય ટેલિકોમ કંપનીઓ હાઇ સ્પીડ ડેટા માટે અલગ રિચાર્જ પ્લાન રજૂ કરી શકે છે. તે જ સમયે ઓછી કિંમતના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 4G ડેટા આપી શકાય છે. જો કે આ તમામ વિષયો પર હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી.

 

Next Article