ભારતમાં LinkedIn ચલાવવું સરળ બનશે, હવે તમે તેનો હિન્દી ભાષામાં ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે

|

Dec 02, 2021 | 10:32 PM

LinkedIn in Hindi: LinkedIn એ પુષ્ટિ કરી છે કે તે આજથી તેના પ્લેટફોર્મ પર હિન્દી ભાષા માટે સપોર્ટ શરૂ કરી રહ્યું છે.

ભારતમાં LinkedIn ચલાવવું સરળ બનશે, હવે તમે તેનો હિન્દી ભાષામાં ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે
પ્રતિકાત્મક તસવીર

Follow us on

LinkedIn in Hindi: LinkedIn એ પુષ્ટિ કરી છે કે તે આજથી તેના પ્લેટફોર્મ પર હિન્દી ભાષા માટે સપોર્ટ શરૂ કરી રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે, LinkedIn પર હિન્દી પ્રથમ ભારતીય પ્રાદેશિક ભાષા હશે. પ્લેટફોર્મમાં ભાષાના ઉમેરા સાથે, LinkedIn હવે વૈશ્વિક સ્તરે 25 ભાષાઓને સપોર્ટ કરે છે. LinkedIn વપરાશકર્તાઓ હવે તેમની ફીડ, પ્રોફાઇલ, નોકરીઓ અને સંદેશાઓ પણ જોઈ શકશે અને હિન્દીમાં કન્ટેન્ટ બનાવી શકશે.

ફેઝ 1 રોલઆઉટના ભાગ રૂપે આ સુવિધા એન્ડ્રોઇડ અને iOS બંને ઉપકરણો તેમજ ડેસ્કટોપ પર ઉપલબ્ધ હશે. કંપનીનું કહેવું છે કે સભ્યોની દ્રષ્ટિએ ભારત યુએસ પછી બીજા નંબરનું સૌથી મોટું બજાર છે અને હવે ભારતમાં વપરાશકર્તાઓ હિન્દીમાં પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.

LinkedIn પર હિન્દી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો

સ્ટેપ 1: હિન્દીમાં LinkedInનો ઉપયોગ કરવા માટે, મોબાઇલ વપરાશકર્તાઓએ ફોન સેટિંગ્સમાં જવું અને તેમની પસંદગીની ઉપકરણ ભાષા તરીકે હિન્દી પસંદ કરવાની જરૂર રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્ટેપ 2: જે વપરાશકર્તાઓએ પહેલાથી જ તેમના સ્માર્ટફોન પર તેમની પસંદગીની ભાષા તરીકે હિન્દી સેટ કરી છે, તેમના માટે LinkedIn અનુભવ આપોઆપ હિન્દીમાં ઉપલબ્ધ થશે.

સ્ટેપ 3: ડેસ્કટૉપ વપરાશકર્તાઓ માટે, તેઓએ તેમના LinkedIn હોમપેજની ટોચ પર ‘Me’ આયકન પર ક્લિક કરવાની જરૂર છે અને ‘સેટિંગ્સ અને પ્રાઈવસી’ પર ક્લિક કરો.

સ્ટેપ 4: આ પછી, યુઝર્સે ‘Account Preferences’ પર ક્લિક કરવું પડશે, ‘Site Preferences’ પસંદ કરવું પડશે, ‘Language’ની બાજુમાં ‘Change’ પર ક્લિક કરવું પડશે અને ‘Hindi’ પસંદ કરવું પડશે.

સ્ટેપ 5: અપડેટ કર્યા પછી, વપરાશકર્તાઓ હિન્દીમાં પ્લેટફોર્મ જોઈ અને ઍક્સેસ કરી શકશે. કંપનીનું કહેવું છે કે, પોસ્ટ્સ સહિત યુઝર દ્વારા જનરેટેડ કન્ટેન્ટ તે ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે જેમાં તે મૂળ રીતે બનાવવામાં આવી હતી.

સ્ટેપ 6: જેમણે હિન્દીને તેમની પ્રાથમિક ભાષા તરીકે પસંદ કરી છે તેઓ ‘See Translation’ વિકલ્પ પર ક્લિક કરીને હિન્દી અનુવાદ જોઈ શકશે.

LinkedIn કહે છે કે, આ સુવિધા તબક્કા 1 રોલ-આઉટનો એક ભાગ છે, અને અનુભવને સુધારવા માટે વપરાશકર્તા પ્રતિસાદનો ઉપયોગ કરશે. તે હવે ડેસ્કટોપ અને એન્ડ્રોઇડ પર વૈશ્વિક સ્તરે તમામ સભ્યો માટે હિન્દીમાં ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં ધીમે ધીમે તમામ iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે.

 

આ પણ વાંચો:  NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

આ પણ વાંચો: Railway Jobs: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી કરવામાં આવશે, જુઓ નોટિફિકેશન અને વિગતો

Next Article