Photos : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પૃથ્વીના રાત્રીના સમયના નયનરમ્ય ફોટો કેપ્ચર કર્યા

|

May 28, 2021 | 11:49 PM

ISS માં રહેલા અંતરીક્ષયાત્રીઓએ પૃથ્વીના રાત્રિના ચરણના વિસ્મયકારી ફોટો કેપ્ચર કર્યા છે અને શેર કર્યા છે. માં રહેલા અંતરીક્ષયાત્રીઓએ પૃથ્વીના રાત્રિના ચરણના વિસ્મયકારી ફોટો કેપ્ચર કર્યા છે અને શેર કર્યા છે.

Photos :  ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પૃથ્વીના રાત્રીના સમયના નયનરમ્ય ફોટો કેપ્ચર કર્યા

Follow us on

જો તમારી સોશિયલ મીડિયા ફિડ સુપરમુન કે રેડ બ્લડ મુનના photos થી ઉભરાઈ રહી છે, તો અમે તેનાથી પણ ખાસ ફોટો તમને બતાવીશું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) દ્વારા હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ તમને જણાવશે કે અંતરીક્ષમાંથી પૃથ્વી કેવી શાનદાર દેખાય છે. ISS માં રહેલા અંતરીક્ષયાત્રીઓએ પૃથ્વીના રાત્રિના ચરણના વિસ્મયકારી ફોટો કેપ્ચર કર્યા છે અને શેર કર્યા છે.

ચાર ફોટાની આ સીરીઝમાં ISS એ બતાવ્યું છે કે હિન્દ મહાસાગરના ટાપુઓ પરની રાત્રીની રોશની કેવી રીતે સળગતા અંગારા કેવ લાગે છે એ સૂર્યના પ્રથમ કિરણો પડતા જ પૃથ્વી કેવી ચમકે છે. ISS દ્વારા શેર કરવામાં આવેલો પ્રથમ ફોટો હિન્દ મહાસાગરના મોરેશિયસ અને રીયુનીયન ટાપુના રાત્રીના સમયે લીધેલો ફોટો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બીજા ફોટોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના દક્ષીણપૂર્વીય તટ પર તસ્માન સાગરમાંથી સૂર્યના કિરણો નીકળે છે.

યુરોપીય ક્ષેત્ર પર ફરી રહેલા ISS ના અંતરીક્ષ યાત્રીઓએ ઇટલીની રાત્રિના નયનરમ્ય દૃશ્યો પણ ફોટોમાં કેદ કર્યા છે. ઇટલીના ઉલટા શુઝ જેવા નકશાને ફોટોમાં ઓળખી શકાય છે કારણકે સોનેરી રોશની તેની સીમાઓને જાગૃત કરે છે.

છેલ્લા ફોટોમાં બતાવવામાં આવ્યું છે કે કોઈ ગ્રહના દુરના પ્રદેશમાં સૂર્યપ્રકાશના પ્રથમ કિરણો પડે છે ત્યારે રેશમી દેખાતું આકાશ ફરી રહેલા ગ્રહ પર સરકે છે.

ઇટલીના એક યુઝર્સે ISS ની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ્સ કરી પોતાનું નેપલ્સ શહેર વિશે જણાવ્યું હતું. કોમેન્ટ્સમાં  તેણે આ મુજબ લખ્યું હતું “ચિત્રમાં અમે અમારું શહેર જોઈ શકીએ છીએ : નેપલ્સ !!!””

ફોટોગ્રાફ્સથી પ્રભાવિત ડેનિશ ટ્રાવેલ ફોટોગ્રાફર જોબે પિલ્ગર્ડે પણ કોમેન્ટ કરી હતી, “આવી રીતે આખા દેશને જોવાથી આપણી વાસ્તવિકતા પ્રકટ થાય છે. ઉપરથી પૃથ્વી ગ્રહ જોવું હંમેશાં ખૂબ પ્રેરણાદાયક હોય છે.”

આ પણ વાંચો : Petrol-Diesel ના ભાવ વધતા કારમાં CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ

 

આ પણ વાંચો : Mid Day Meal : કેન્દ્ર સરકાર મધ્યાહન ભોજન યોજનામાં 11.8 કરોડ બાળકોને આપશે આર્થિક સહાય

Published On - 11:48 pm, Fri, 28 May 21

Next Article