AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે ISROએ દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યું, દુશ્મન પર રાખવામાં આવશે નજર, અન્ય દેશોના 28 સેટેલાઈટ પણ કરવામાં આવ્યા લોન્ચ

ભારત અંતરિક્ષમાં વધુ એક પરાક્રમ કરવા જઈ રહ્યું છે. સોમવારે સવારે એક નવા ઉપગ્રહને PSLV C45 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આ મિશન સવારે 9.27 કલાકે લોન્ચ કરવામાં આવશે. આ ISROનું પ્રથમ એવું મિશન છે જેમાં અલગ અલગ કક્ષામાં સેટેલાઈટસને લોન્ચ કરવામાં આવશે. PSLV C45ની મદદથી લોન્ચ થનાર સેટેલાઈટની […]

આજે ISROએ દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યું, દુશ્મન પર રાખવામાં આવશે નજર, અન્ય દેશોના 28 સેટેલાઈટ પણ કરવામાં આવ્યા લોન્ચ
| Updated on: Apr 01, 2019 | 4:19 AM
Share

ભારત અંતરિક્ષમાં વધુ એક પરાક્રમ કરવા જઈ રહ્યું છે. સોમવારે સવારે એક નવા ઉપગ્રહને PSLV C45 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આ મિશન સવારે 9.27 કલાકે લોન્ચ કરવામાં આવશે.

આ ISROનું પ્રથમ એવું મિશન છે જેમાં અલગ અલગ કક્ષામાં સેટેલાઈટસને લોન્ચ કરવામાં આવશે. PSLV C45ની મદદથી લોન્ચ થનાર સેટેલાઈટની ખાસિયાત એ છેકે, EMISAT એટલે કે ઈલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઈટ છે, જે ડિફેન્સ રિસર્ચમાં ઘણી લાભદાયી સાબિત થશે.

આ પણ વાંચો : આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનો જો બાકી રહ્યો હોય તો ગભરાશો નહીં, સરકારે આપી મોટી રાહત, જાણો કેટલાં દિવસમાં તમે કરી શકશો લિંક

EMISAT ઉપરાંત અન્ય દેશોના 28 સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેમાં અમેરિકાના 24, લિથુઆનિયાનો 1, સ્પેનનો 1 અને સ્વિટ્ઝરલેન્ડનો 1 સેટેલાઈટ હશે. આ મિશન કુલ 180 મિનિટ ચાલશે જે ISRO નું પણ સૌ પ્રથમ પ્રોગ્રામ હશે જેમાં PSLVની મદદથી EMISAT સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.

PSLV C45 પહેલું રોકેટ હશે જે 749 કિલોમીટરની કક્ષામાં EMISAT ને સ્થાપિત કરશે ત્યારબાદ 504 કિલોમીટરની અન્ય કક્ષામાં 28 અન્ય સેટેલાઈટને લોન્ચ કરવામાં આવશે. 12 માર્ચના આ મિશન લોન્ચ કરવાની યોજના હતી પરંતુ ખરાબ વાતાવરણના કારણે શક્ય બન્યું ન હતું. જેને પછી 1 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું હતું.

 દેશની સુરક્ષાના માધ્યમથી જો જોવામાં આવે તો પણ આ સૌથી મહત્વ પૂર્ણ પગલું છે. જે માટે ISRO અને DRDO સંયુક્ત કામ કરી રહ્યું છે.  એટલું જ નહીં ISRO એ પહેલી વખત લોન્ચના મિશને નીહાળવા માટે 5 હજાર લોકો જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">