આજકાલ, વોટ્સએપ (WhatsApp) દરેક વપરાશકર્તાના સ્માર્ટફોનમાં ચોક્કસપણે હાજર છે. આના દ્વારા આપણે આપણા મિત્રો અને પ્રિયજનોને સંદેશા મોકલી શકીએ છીએ. વોટ્સએપ પર તમે માત્ર મેસેજ (Massage), ફોટો (Photo) કે વીડિયો (Video)જ નહીં મોકલી શકો, પરંતુ આ એપ પર વીડિયો અને ઓડિયો કોલિંગ (Audio Calling)ની સુવિધા પણ ઉપલબ્ધ છે. મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે વોટ્સએપે કોમ્યુનિકેશન ખૂબ જ સરળ બનાવ્યું છે. દરેક વ્યક્તિ સાથે જોડાયેલા રહેવા માટે આ એક સારો વિકલ્પ છે, પછી તે ફેમિલી ગ્રુપ હોય કે દૂરના મિત્રો.
આજકાલ વોટ્સએપનો ઉપયોગ માત્ર અંગત જ નહીં, પરંતુ પ્રોફેશનલ કામ માટે પણ થઈ રહ્યો છે. આના દ્વારા ફોટા અથવા વીડિયો સિવાય લોકો જરૂરી દસ્તાવેજો અને ફાઈલો પણ ટ્રાન્સફર કરે છે. આ ફીચર્સને કારણે મોટી સંખ્યામાં લોકો વોટ્સએપ સાથે જોડાઈ રહ્યા છે. જો કે ક્યારેક ખોટા હાથમાં નંબર જવાને કારણે લોકોને અમુક પ્રકારના વાંધાજનક મેસેજનો સામનો કરવો પડી શકે છે.
આવી સ્થિતિમાં ઘણા લોકોને સમજાતું નથી કે શું કરવું. જો તમને ક્યારેય આવા મેસેજ મળે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વોટ્સએપે તેના યુઝર્સને આવા નંબરો સામે રિપોર્ટ કરવાની સુવિધા પણ આપી છે. ખાસ વાત એ છે કે આવા નંબરો સામે જાણ કરવી ખૂબ જ સરળ છે. આ માટે તમારે માત્ર કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ચાલો જાણીએ.
સૌથી પહેલા વોટ્સએપ પર તે વ્યક્તિ કે નંબરની ચેટ ઓપન કરો જેના મેસેજની તમે જાણ કરવા માંગો છો.
આ પછી, તમને જે પણ મેસેજ સામે વાંધો હોય તેને પસંદ કરો અને તેને 3 સેકન્ડ સુધી સિલેક્ટ કરી રાખો.
આ પછી તમે ઉપરની તરફ જમણી બાજુએ ત્રણ બિંદુઓ જોશો. આના પર ક્લિક કરો. અહીં તમને રિપોર્ટનો વિકલ્પ દેખાશે. આના પર ક્લિક કરો.
આ પછી તમને પૂછવામાં આવશે કે તમે તે યુઝરને બ્લોક કરવા માંગો છો કે નહીં? તમારી પસંદગી મુજબ સામે દેખાતા કોઈપણ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારપછી તે નંબર પરથી ફરી કોઈ મેસેજ આવશે નહીં.
આ પણ વાંચો: ડેવિડ વોર્નરને ચડ્યો ફિલ્મ Pushpaનો ફિવર, સોશિયલ મીડિયા પર શેર કર્યો શાનદાર વીડિયો
આ પણ વાંચો: Viral: ચિપ્સ માટે બાળકીએ ગજબની ટ્રીક અજમાવી, લોકો બોલ્યા ‘હવે સ્કૂલ ખૂલી જાય તો સારૂ’