Investment Fraud: જો તમે વધારે રિટર્ન મેળવવા માટે ઓનલાઈન રોકાણ કરો છો તો સાવચેત રહો, ઈન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી

|

Oct 24, 2023 | 1:47 PM

લોકોએ સારા રિટર્નની આશાએ રોકાણ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં રૂપિયા મળવા લાગ્યા, પરંતુ થોડા સમય બાદ જ્યારે કરોડો રૂપિયાનું રોકાણ સાયબર ગુનેગારો પાસે આવ્યું ત્યારે તેઓએ કંપનીની એપ બંધ કરી દીધી હતી. તેઓએ એક વીડિયો જાહેર કર્યો અને લોકોને કહ્યું કે તેઓ સાયબર ફ્રોડ કરનારા લોકો છે. અમે તમારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી અને હવે અમે ભાગી રહ્યા છીએ.

Investment Fraud: જો તમે વધારે રિટર્ન મેળવવા માટે ઓનલાઈન રોકાણ કરો છો તો સાવચેત રહો, ઈન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી
Investment Fraud

Follow us on

છત્તીસગઢના રાયપુરમાં સાયબર ફ્રોડનો (Cyber Crime) એક નવો જ મામલો સામે આવ્યો છે. સ્કેમર્સે ફેક કંપની બનાવી લોકોને છેતર્યા છે. શરૂઆતમાં તેઓએ લોકોના રૂપિયા બમણા કર્યા અને લોકો લાલચમાં આવીને તેની જાળમાં ફસાઈ ગયા. વધારે રિટર્નનના લોભમાં રોકાણ (Investment Fraud) કરવાનું શરૂ કર્યું. લોકોને લલચાવવા માટે ફેક કંપની દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે, જો તેઓ એપ્લિકેશનમાં 1,000 રૂપિયાનું રોકાણ કરશે તો તેમને દરરોજ 200 રૂપિયા મળશે.

કંપનીની એપ બંધ કરી દીધી

લોકોએ સારા રિટર્નની આશાએ રોકાણ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં રૂપિયા મળવા લાગ્યા, પરંતુ થોડા સમય બાદ જ્યારે કરોડો રૂપિયાનું રોકાણ સાયબર ગુનેગારો પાસે આવ્યું ત્યારે તેઓએ કંપનીની એપ બંધ કરી દીધી હતી. તેઓએ એક વીડિયો જાહેર કર્યો અને લોકોને કહ્યું કે તેઓ સાયબર ફ્રોડ કરનારા લોકો છે. અમે તમારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી અને હવે અમે ભાગી રહ્યા છીએ.

AIનો ઉપયોગ કરી વીડિયો બનાવીને પોસ્ટ કર્યો

આ ઘટના બાદ પીડિત લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેઓએ પોલીસને જણાવ્યું કે, વોટ્સએપ પર એંગ્લો ઈન્ડિયનના નામે એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં ઘણા લોકો જોડાયા હતા. નાણાંનું રોકાણ કરવા માટે એપ આપવામાં આવી હતી, જે હાલમાં બંધ છે. વોટ્સએપ ગ્રૂપમાં ઠગોએ AIનો ઉપયોગ કરીને વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હવે અમે કરોડપતિ બની ગયા

સ્કેમર્સે વોટ્સએપ પર 3 AI વીડિયો અપલોડ કર્યા, જેમાં છેતરપિંડી વિશે જણાવવામાં આવ્યું છે. આ AI જનરેટેડ વીડિયોમાં એક છોકરી કહી રહી છે, મારું નામ હેલેના છે. હું એક ફ્રોડ કરનારી છું અને હવે અમે કરોડપતિ બની ગયા છીએ. અમે તમારા પૈસા લઈને ભાગી રહ્યા છીએ. બીજા એક વિડિયોમાં એવું કહેવામાં આવ્યું કે, મારું નામ રુચિકા છે અને હું ગુરુ હેલનના પગલે ચાલી રહી છું.

આ પણ વાંચો : Dating App Fraud: જો તમે ડેટિંગ એપ્સ પર પાર્ટનર શોધી રહ્યા છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી

કુલ 2.5 થી 3 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું

રાયપુર શહેરના એડિશનલ એસપી અભિષેક મહેશ્વરીએ જણાવ્યું કે, એક મોબાઈલ એપમાં રોકાણ અંગે ફરિયાદ મળી છે. આ પ્રકારની છેતરપિંડી 3 લોકો સાથે થઈ છે. તેઓએ એપ્લિકેશનમાં 1,000 રૂપિયાનું રોકાણ કરવા પર દરરોજ 200 રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. 2 મહિનામાં કુલ 2.5 થી 3 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article