Instagram યુઝર્સ અપનાવો આ ખાસ ટિપ્સ, નહીં બનો હેકર્સના શિકાર

|

Feb 19, 2021 | 4:29 PM

આ વાત ખાસ ધ્યાનમાં રાખો કે Instagram કોઈ પણ યુઝર સાથે સીધો સંદેશાવ્યવહાર કરતું નથી. ઇન્સ્ટાગ્રામ તરફથી થતી વાતચીત ઇ-મેલ દ્વારા થાય છે,

Instagram યુઝર્સ અપનાવો આ ખાસ ટિપ્સ, નહીં બનો હેકર્સના શિકાર

Follow us on

Instagram દિગ્ગજ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સમાંથી એક છે. આજે વિશ્વની અડધાથી વધુ વસ્તી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધીના લોકો Instagram પર અકાઉન્ટ ધરાવે છે. ઘણી વખત એવું બન્યું છે કે હેકરોએ Instagram પર અકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કર્યો છે, બીજી તરફ તેઓ ફિશિંગ એટેક એટલે કે ઓનલાઇન છેતરપિંડી દ્વારા સામાન્ય લોકોના અકાઉન્ટને હેક કરી તેમાંથી બધી જ માહિતી અને ડેટા ડિલીટ કરી નાખે છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે Instagram એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત રાખવું. આજે અમે તમને અહીં કેટલીક ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારું Instagram એકાઉન્ટ સુરક્ષિત રાખી શકશો.

ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન
Instagram એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે તમારે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એક્ટિવ રાખવું જોઈએ. આ તમારા એકાઉન્ટને ડબલ રક્ષણ આપે છે. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એવી સ્થિતિમાં તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખે છે જ્યારે કોઈ તમારા એકાઉન્ટનો પાસવર્ડ જાણતું હોય છે, અથવા જાણી ગયું હોય છે. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એક્ટિવ હશે તો માત્ર તમે જ તમારા Instagram એકાઉન્ટને ઓપરેટ કરી શકશો. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન SMS દ્વારા અથવા થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કરી શકાય છે.

મજબૂત પાસવર્ડ
તમારા Instagram એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે એક મજબૂત પાસવર્ડ સેટ કરો, જે ઓછામાં ઓછા છ અક્ષરો, અંકો અને વિશેષ પ્રતીકો-સંકેતોથી બનેલો છે. આવી રીતે મજબૂત પાસવર્ડ સેટ કરવાથી કોઈપણ તમારો પાસવર્ડ તોડી શકશે નહીં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

થર્ડ પાર્ટી એપ્લિકેશનના એક્સેસ
Instagram એકાઉન્ટની સુરક્ષા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનને આપેલ એક્સેસ રદ્દ કરી દેવા જોઈએ. થર્ડ પાર્ટી એપ્લિકેશન તમારા લોગઇન ડેટા અને જાણકારીને એક્સ્પોઝ કરી શકે છે, જેનાથી તમારા એકાઉન્ટની સુરક્ષા જોખમમાં મુકાય છે.

આ વાત ખાસ ધ્યાનમાં રાખો કે Instagram કોઈ પણ યુઝર સાથે સીધો સંદેશાવ્યવહાર કરતું નથી. ઇન્સ્ટાગ્રામ તરફથી થતી વાતચીત ઇ-મેલ દ્વારા થાય છે, એપ્લિકેશન પર જઈને આની પુષ્ટિ કરી શકાય છે.

Next Article