લોન્ચ થતા જ Instagram Threadsને મળ્યા 10 મિલિયન યુઝર્સ, આ 10 પોઈન્ટમાં જાણો નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે

|

Jul 06, 2023 | 7:01 PM

Threads App : થ્રેડ્સ એપની જો ટ્વિટર સાથે સરખામણી કરવામાં આવે તો આ એપ થોડું અલગ છે. આ એપ ટ્વિટરનું જૂનું વર્ઝન લાગી રહ્યું છે. ચાલો જાણીએ આ નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અંગેની રસપ્રદ વાતો.

લોન્ચ થતા જ Instagram Threadsને મળ્યા 10 મિલિયન યુઝર્સ, આ 10 પોઈન્ટમાં જાણો નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે
Instagram threads

Follow us on

 Instagram Threads : આજના સમયમાં યુવા પેઢી 10થી વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ લિસ્ટમાં વધુ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉમેરાયું છે. ટ્વિટરને ટક્કર આપવા માટે મેટા કંપનીએ થ્રેડ્સ (Threads) એપ લોન્ચ કરી છે. માર્ક ઝુકરબર્ગએ આ એપ ટેક્સ્ટ શેયરિંગ માટે લોન્ચ કરી છે. આ એપ ભારત સહિત 100થી વધારે દેશમાં લોન્ચ થતા તેના 10 મિલિયનથી વધારે યુઝર્સ નોંધાયા છે.

થ્રેડ્સ એપની જો ટ્વિટર સાથે સરખામણી કરવામાં આવે તો આ એપ થોડું અલગ છે. આ એપ ટ્વિટરનું જૂનું વર્ઝન લાગી રહ્યું છે. ચાલો જાણીએ આ નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અંગેની રસપ્રદ વાતો.

આ પણ વાંચો : Breaking News : 14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, ISROએ જાહેર કરી તારીખ અને સમય

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

1. શું છે instagram threads ? – આ એપને ઈન્સ્ટાગ્રામની ટીમ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ એપની સીધી ટક્કર ટ્વિટર સાથે છે. આ એપ ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.

2. આ એપથી વીડિયો-ફોટો કરી શેયર કરી શકાય છે ? – આ પ્લેટફોર્મ પર 500 શબ્દો સુધીમાં વીડિયો અને ફોટો પણ શેયર કરી શકાય છે. 5 મિનિટ સુધીનો વીડિયો આ પ્લેટફોર્મ પર શેયર કરી શકાશે. આ પ્લેટફોર્મની મદદથી લિંક પણ શેયર કરી શકો છો.

3. ક્યા ક્યા દેશમાં ઉપલબ્ધ છે આ એપ ? – થ્રેડ્સ એપ ભારત સહિત 100થી વધારે દેશમાં લોન્ચ થયું છે. આ એપ યુરોપીય યૂનિયનમાં હાલમાં ઉપલબ્ધ રહેશે નહીં.

4. ક્યાથી ડાઉનલોડ કરી શકાઈ છે એપ ? – આ એપને ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાઈ છે.

5. કઈ રીતે થશે સાઈન-અપ ? – તમે ઈન્સ્ટાગ્રામના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને આ એપ પર સાઈન-અપ કરી શકો છો. તેની સાઈન-અપની પ્રક્રિયા પણ સરળ છે.

આ પણ વાંચો : લોન્ચ માટે Chandrayaan-3 રોકેટ તૈનાત, ISRO એ ટ્વિટર પર શેયર કર્યો Video

6. લોકોને કઈ રીતે ફોલો કરી શકાય ? – આ એપમાં લોગિન કર્યા બાદ તમને અલગ અલગ લોકોના નામની લિસ્ટ દેખાશે. આ એ લોકોની લિસ્ટ હશે જેને તમે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો. તમને પોતાની પ્રોફાઈલ પબ્લિક કે પ્રાઈવેટ કરી શકે છે.

7. સોશિયલ મીડિયા પોસ્ટ કઈ રીતે કરી શકાય ? – એપમાં નોટપેડના સાઈન પર ક્લિક કરીને તમે પોસ્ટ કરી શકો છો. તમે પોતાના વિચારોને 500 કેરેક્ટર સુધી પોસ્ટમાં લખી શકો છો.

8. આ પ્લેટફોર્મ પર શું શું જોવા મળશે ? – આ પ્લેફોર્મ પર તમને ટ્વિટરની જેમ ટેક્સટ, ફોટો અને વીડિયો કન્ટેન્ટ જોવા મળશે.

9. આ એપ પર એડ જોવા મળશે ? – હાલમાં આ એપ પર કોઈ એડ જોવા નહીં મળે. પણ ભવિષ્યમાં પૈસા કમાવવા માટે મેટા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ એડ દેખાશે.

10. આ એપ પર બ્લૂ ટિક મળશે? – હાલમાં થ્રેડ્સ એપ પર બ્લૂ ટિક માટેનો કોઈ વિકલ્પ નથી. જોકે, ઈન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ હોવાથી ઘણા યુઝર્સની બ્લૂ ટિક આ પ્લેફોર્મ પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Chandrayaan-3 Mission: ચંદ્ર પર લેડિંગ ISRO માટે બનશે પડકાર ? જાણો વિગતે

 

 

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article