ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (DRDO)એ વધુ એક આશ્ચર્યજનક કામ કર્યું છે. કુલ 45 દિવસમાં DRDOએ બેંગ્લોરમાં 7 માળની ઈમારત તૈયાર કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ગુરુવારે આ ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આપને જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં ભારતનું સૌથી એડવાન્સ જેટ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બહુમાળી ઈમારત હાઈબ્રિડ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી છે. તેને બનાવવામાં કુલ 45 દિવસનો સમય લાગ્યો હતો.
ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આ 7 માળની ઈમારતનો ઉપયોગ 5th જનરેશન મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તરીકે કરવામાં આવશે. આ બિલ્ડિંગમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ આ એરક્રાફ્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ માટે એવિઓનિક્સ વિકસાવશે.
The @DRDO_India constructed a 7-storey building in just 45 days in Bengaluru with in-house technology. Raksha Mantri Shri @rajnathsingh will inaugurate it today. More details during the day. pic.twitter.com/7FhkupWuPC
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) March 17, 2022
એડવાન્સ ફાઈટર જેટ્સ અને એરક્રાફ્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ્સ (FCS) માટે એવિઓનિક્સ ડેવલપમેન્ટની સુવિધાઓ પણ પૂરી પાડશે. નોંધનીય છે કે તેનું નિર્માણ કાર્ય 1 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 22 નવેમ્બર, 2021ના રોજ કરવામાં આવ્યો હતો.
આટલા ઓછા સમયમાં પ્રથમ વખત આવી બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. નોંધપાત્ર રીતે ભારત તેની સંરક્ષણ પ્રણાલી પર ઘણો ખર્ચ કરે છે. તેને વધુ મજબૂત બનાવવા માટે હવે આપણે 5th પેઢીના ફાઈટર જેટ વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ. આ માટે AMCA પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે.