ખુશખબર: હવે ગરીબ પણ કરી શકશે AC ટ્રેનમાં યાત્રા, જાણો દેશના પહેલા 3-ટાયર ઇકોનોમી કોચ વિશે

|

Jun 01, 2021 | 2:08 PM

રેલ્વે ટ્રેક પર દોડતી તમામ ટ્રેનોમાં એસી 3-ટાયર ઇકોનોમી કોચ ઉમેરવામાં આવશે. રેલ્વે મંત્રાલયે RCF (રેલ કોચ ફેક્ટરી) ને 248 કોચ બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો.

ખુશખબર: હવે ગરીબ પણ કરી શકશે AC ટ્રેનમાં યાત્રા, જાણો દેશના પહેલા 3-ટાયર ઇકોનોમી કોચ વિશે
દેશનો પ્રથમ ઈકોનોમી કોચ

Follow us on

હવે ગરીબ વર્ગ પણ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં મુસાફરીની મજા લઇ શકશે. જી હા અહેવાલ અનુસાર રેલ્વે ટ્રેક પર દોડતી તમામ ટ્રેનોમાં એસી 3-ટાયર ઇકોનોમી કોચ ઉમેરવામાં આવશે. રેલ્વે મંત્રાલયે RCF (રેલ કોચ ફેક્ટરી) ને 248 કોચ બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જે હેઠળ 15 કોચની પ્રથમ રેક રવાના કરવામાં આવી છે. આરસીએફના જીએમ રવિન્દ્ર ગુપ્તાએ આ લીલી ઝંડી બતાવીને આ કોચને નોર્થ-વેસ્ટર્ન રેલ્વે (NWR), નોર્ધન-સેન્ટ્રલ રેલ્વે (NCR) અને વેસ્ટર્ન રેલ્વે (WR) ને મોકલ્યા છે.

જીએમ રવિન્દ્ર ગુપ્તાએ માહિતી આપી હતી કે આરસીએફે ફક્ત ત્રણ મહિનામાં ભારતીય રેલ્વેના પ્રથમ 3-ટાયર એસી ઇકોનોમી ક્લાસ કોચનું ઉત્પાદન કર્યું છે. બાદમાં આ વર્ષે 10 ફેબ્રુઆરીએ, રેલવે મંત્રી પિયુષ ગોયલે આ એસી 3-ટાયર કોચના નવા પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું. માર્ચમાં તેની ટ્રાયલની સફળ સમાપ્તિ પછી, બનાવવાની કામગીરી યોગ્ય રીતે શરૂ થઈ. આ કોચની ડિઝાઇનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. દરેક કોચમાં શૌચાલયના દરવાજા દિવ્યાંગોની સુવિધા અનુસાર બનાવવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડીઝાઈનની વાત કરીએ તો યાત્રીઓની સુવિધા અનુસાર તેમાં ઘણા બદલાવ છે. ટ્રેનના આ કોચમાં બંને તરફની સીટો પર ફોલ્ડીંગ ટેબલ, બોટલ હોલ્ડર, મોબાઈ ફોન હોલ્ડર, મેગેઝીન હોલ્ડર, તેમજ મોબાઈલ ચાર્જીંગ અને વાંચવા માટે લાઈટ હશે. વચ્ચે અને ઉપર ચઢવાની સીડીની ડીઝાઈન પણ બદલવામાં આવી છે. જેથી ટે સુંદર પણ લાગે અને અસુવિધા પણ ના થાય. તમને જણાવી દઈએ કે આ કોચ 72 ની જગ્યાએ 83 સીટો ધરાવતો હશે.

RCF ના જણાવ્યા અનુસાર વિશ્વનો સાથી સસ્તો અને ઉત્તમ સુવિધા ધરાવતો આ ઈકોનોમી ક્લાસ કોચ RCF ની ગૌરવશાળી યાત્રાનું સુવર્ણ પાનું છે. આનાથી રેલ મુસાફરીમાં બદલાવ આવશે અને યાત્રા સુગમ બનશે.

સરકારના આદેશ અનુસાર કોરોનાની બીજી લહેર દરમિયાન 50% સ્ટાફ સાથે કામ ચલાવવું પડ્યું. તેમજ દેશમાં મોટાભાગે લોકડાઉન હોવાથી સમાનની પણ કમી હતી. તેમ છતાં RCF એ મેમાં 100 થી વધુ ડબ્બાનું નિર્માણ કર્યું છે.

વર્ષે 248 કોચના લક્ષ્યાંકને પૂર્ણ કરશે

આરસીએફના જીએમ રવિન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ કોચની કિંમત 2.75 કરોડ છે, જ્યારે ટ્રેનોમાં પહેલેથી કાર્યરત એસી 3-ટાયર કોચની કિંમત 2.85 કરોડ છે. આનો અર્થ એ નથી કે સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલા આ કોચમાં સુવિધાઓ સાથે ચેડા કરવામાં આવ્યા છે. .ઉલટાનું તેની સુવિધાઓ એસી 3-ટાયર કરતા વધારે છે. તેમણે દાવો કર્યો હતો કે આ નાણાકીય વર્ષમાં 248 કોચનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે.

Next Article