Gujarati NewsTechnology india chandrayaan 2 mission lander vikram unsuccess News in Gujarati
Chandrayaan 2 : થોડા જ અંતરથી તૂટયુ ચંદ્રને સ્પર્શ કરવાનું સ્વપ્ન, દોઢ મિનિટમાં તૂટયા કરોડો દિલ, જુઓ Video
Chandrayaan 2 Mission : ચંદ્રયાન-1ની ભવ્ય સફળતા બાદ ભારતે લગભગ 10 વર્ષ બાદ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું. પણ આ મિશનને જોઈએ તેવી સફળતા ન મળી. મોટા થોડા અંતરથી ચંદ્રયાન-2નો સંપર્ક તૂટ્યો અને કરોડો દિલ તૂટ્યા હતા. ચાલો જાણીએ ચંદ્રયાન-2 અંગેની વાતો.
Sri Harikota : 7 સપ્ટેમ્બર, વર્ષ 2019ની રાત્રે ચંદ્રયાન-2ની મદદથી કરોડો ભારતીયો ચંદ્રને સ્પર્શ કરવાના જ હતા, ત્યાં જ છેલ્લી ક્ષણોમાં ચંદ્રયાન-2ની (Chandrayaan 2) ક્રેશ લેન્ડિગ થઈ. આ ઘટનાને કારણે કરોડો ભારતીયોના દિલ અને હિંમત તૂટી હતી. ભારત ઈતિહાસ રચવાથી થોડા જ પગલા પાછળ હતુ, ત્યા દોઢ મિનિટ પહેલા ભારતના સપના અધૂરા રહી ગયા.
7 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી બેંગ્લુરુ સ્થિત ઈસરો સેન્ટરમાં હાજર હતા. રાત્રે 1.55 કલાકે લેન્ડર વિક્રમ 2.1 સાથે કિલોમીટર પહેલા સંપર્ક તૂટયુ. 13 મિટર સુધી બધુ ઈસરોની યોજના મુજબ ચાલ્યું પણ અંતિમ દોઢ મિનિટ માટે ભારત ચંદ્રની સપાટીને સંપર્શીને ઈતિહાસ રચવામાં ચૂકી ગયુ. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી અને તેમની પીઠ થપથપાવી હતી. આ ભાવુક દ્રશ્યો આખી દુનિયાએ જોયા હતા.