
ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીથી બચવા માટે હવે સૌ કોઈ પંખા, એર કુલર કે એર કંડિશનરનો ઉપયોગ કરે છે. ગરમીને કારણે ક્યારેક ઘર કે ઓફિસમાં લગાવેલું એસી પણ ખરાબ થઈ જાય છે. જો ઘરનુ એસી કલાકો સુધી ચલાવ્યા પછી પણ યોગ્ય માત્રામાં ઠંડક ના મળે, ત્યારે એમ કહી શકાય કે એસીમાં કોઈ ખામી છે.
ખાસ કરીને આવુ થાય ત્યારે સૌથી પહેલા એમ માનવામાં આવે છે કે, એસીમાંથી ગેસ લીક થયો છે. એસીમાં પૂરતા ગેસ વિના, ઘરમાં કે ઓફિસમાં લગાવેલ વિન્ડો એસી અથવા સ્પ્લિટ એસી રૂમને ગરમીમાં ઠંડુ કરી શકતુ નથી. જ્યારે પણ એસી ચલાવવા છતા રુમ ઠંડો ના થાય ત્યારે આપણે એસી રિપેર કરનાર ટેકનિશિયનને બોલાવીએ છીએ.
ટેકનિશિયન આવ્યા બાદ, સૌ પ્રથમ જે જગ્યા જ્યાંથી ગેસ લીક થઈ રહ્યો છે તે બંધ કરવામાં આવે છે અને પછી એસીમાં ગેસ ભરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ ગેસ ભરવામાં આવે છે?
ઘરેલુ એર કંડિશનર વસાવનારા મોટાભાગના લોકોને એ ખબર નહીં હોય કે, એસીમાં કેટલો ગેસ આવશે તે એસીની ટનની ક્ષમતા પર આધાર રાખે છે. ગેસ લીકેજ થવાના કિસ્સામાં ટેકનિશિયન તમારા 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ એસી ભરે છે તે જાણો
ભારતના બજારમાં વેચાતા એર કંડિશનરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ગેસનો ઉપયોગ થાય છે, જેમાં R22, R410A અને R32 ગેસનો સમાવેશ થાય છે. હાલમાં, બજારમાં સૌથી વધુ વેચાતા મોડેલો એવા છે જે R32 પ્રકારના ગેસ સાથે આવે છે.
અર્બન કંપનીના જણાવ્યા અનુસાર, 1.5 ટનના એસીમાં 1.5 કિલોથી 2 કિલો ગેસ ભરેલો હોય છે. હવે જ્યારે તમને ખબર પડી ગઈ છે કે 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ ગેસ હોય છે, તો ચાલો હવે તમને જણાવીએ કે 1.5 ટનના એસીમાં ગેસ ભરવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે?
અર્બન કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપની એસીમાં ગેસ ભરવા માટે ગ્રાહકો પાસેથી 2500 રૂપિયા વસૂલ કરે છે. અર્બન કંપની ઉપરાંત, જો તમે ઈચ્છો તો, તમે નજીકના એસી રિપેરર અથવા તમારા ઘરની નજીકના કંપનીના સર્વિસ સેન્ટર પર ફરિયાદ નોંધાવીને પણ ગેસ રિફિલ કરાવી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે એસી ગેસ રિફિલિંગ ચાર્જ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હોઈ શકે છે.
આજના વર્તમાન સમયમાં અવનવી ટેકનોલોજી રોજબરોજની જીંદગીમાં સામેલ થઈ જાય છે. અવનવી ટેકનોલોજીને લગતા સમાચારો જાણવા માટે તમે અમારા આ ટોપિક પર ક્લિક કરો.
Published On - 9:31 pm, Thu, 10 April 25