તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે? હવે New Income tax portal પર મેળવો તરત જ e-PAN

|

Jun 15, 2021 | 6:53 PM

બની શકે છે કે કોઈ પાનકાર્ડધારક પોતાનું પાનકાર્ડ (PAN card) ખોઈ બેસે અને તેને પોતાનો પાન નંબર પણ યાદ ન હોઈ શકે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર પાન નંબર વગર તરત જ e-PAN મેળવી શકાય છે.

તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે? હવે New Income tax portal પર મેળવો તરત જ e-PAN
સાંકેતિક તસ્વીર

Follow us on

જો તમારું પાનકાર્ડ (PAN card)ખોવાઈ ગયું છે અને તમને તમારો પાન નંબર યાદ નથી તો હવે તમારે ગભરાવાની જરૂર નથી.
નવા પોર્ટલ દ્વારા આવકવેરા વિભાગ (New Income tax portal) તરત જ તમને e-PAN આપશે જેને તમે ડાઉનલોડ કરી શકશો.

બની શકે છે કે કોઈ પાનકાર્ડધારક પોતાનું પાનકાર્ડ (PAN card) ખોઈ બેસે અને તેને પોતાનો પાન નંબર પણ યાદ ન હોઈ શકે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર પાન નંબર વગર તરત જ e-PAN મેળવી શકાય છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આધારકાર્ડના આધારે e-PAN
આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર આધારકાર્ડના આધારે તરત જ e-PAN મેળવી શકાય છે. પણ આના માટે પૂર્વ શરત એ છે કે જે પાનકાર્ડધારકનું પણ કાર્ડ ખોવાઈ ગયું છે એ આધાર સાથે લીંક હોવું જરૂરી છે. જો આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક નહિ હોય તો આ સ્થિતિમાં e-PAN નહિ મેળવી શકાય.

આવી રીતે મેળવો તરત જ e-PAN
જો તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો આધારકાર્ડના આધારે આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર નીચે દર્શાવેલા સરળ પગલાઓ દ્વારા તરત જ તમારું e-PAN ડાઉનલોડ કરી શકો છો.

1.આવકવેરા વિભાગના નવા પોર્ટલ www.incometax.gov.in પર લોગઇન કરો.

2.આવકવેરા વિભાગની આ નવી વેબસાઈટ પર “Our Services=અમારી સેવાઓ” વિભાગ પર જાઓ.

3. આ વિભાગમાં ‘Instant E PAN’ પર જાઓ

4. હવે ‘New E PAN’ પર ક્લિક કરો

5. અહી તમારો આધારકાર્ડ નંબર ઉમરો.

6. નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો અને ‘Accept’ બટન પર ક્લિક કરો.

7. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP ને એડ કરો.

8. હવે તમારી વિગતોને કાળજીપૂર્વક તપાસો, તમારૂ ઇ-મેલ ID દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.

તમારું e-PAN આપેલ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવશે. તમારા ઇ-મેલમાં લોગ ઇન કરો અને e-PANની PDF ફાઈલ ડાઉનલોડ કરો.

Next Article