Jio SIM : ઘરે બેઠા નવું Jio સિમ કાર્ડ કેવી રીતે મેળવવું ? આ છે સરળ રીત

Jioની આ સેવા સાથે તમારે સ્થાનિક ટેલિકોમ્યુનિકેશન શોપની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. Jioની આ નવી સેવામાં તમારું સિમ કુરિયર દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે. જો તમે પણ નવું Jio સિમ ઓર્ડર કરવા માંગો છો, તો અમે તમને તેની પ્રોસેસ કેવી રીતે કરવી તેની માહિતી આપી રહ્યા છીએ.

Jio SIM : ઘરે બેઠા નવું Jio સિમ કાર્ડ કેવી રીતે મેળવવું ? આ છે સરળ રીત
Jio SIM
| Updated on: Mar 07, 2024 | 6:57 PM

Jio હંમેશા તેની અલગ-અલગ સર્વિસ માટે જાણીતું છે. જ્યારે કંપનીએ દેશમાં પહેલીવાર Jioની સર્વિસ શરૂ કરી ત્યારે કંપનીએ લોકોને મહિનાઓ સુધી ફ્રી ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા પૂરી પાડી હતી. એવી જ રીતે હવે કંપની યુઝર્સ માટે એક નવી સર્વિસ લાવ્યું છે, જેમાં તમે Jio સિમ ખરીદો છો તો તે સીધું તમારા ઘરે ડિલિવરી કરવામાં આવશે.

Jioની આ સેવા સાથે તમારે સ્થાનિક ટેલિકોમ્યુનિકેશન શોપની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. Jioની આ નવી સેવામાં તમારું સિમ કુરિયર દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે. જો તમે પણ નવું Jio સિમ ઓર્ડર કરવા માંગો છો, તો અમે તમને તેની પ્રોસેસ કેવી રીતે કરવી તેની માહિતી આપી રહ્યા છીએ.

Jio સિમ કાર્ડ ઓર્ડર કરવા શું કરવું ?

જો તમે પણ Jio સિમ ઘરે બેઠા મેળવવા માંગો છો, તો તમારે આ માટે કંઈ વધારે કરવાની જરૂર નથી. સૌથી પહેલા તમારે Jioની ઓફિશિયલ સાઈટ પર જવું પડશે. જ્યાં Get Jio SIMનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારે તમારું નામ અને નંબર એન્ટર કરવાનો રહેશે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP નંબર આવશે. જે આપેલ જગ્યામાં ભરવાની રહેશે. આ પછી તમને પૂછવામાં આવશે કે તમે પોસ્ટપેડ કે પ્રીપેડ સિમ લેવા માંગો છો.

Jio 5G માટેની પ્રોસેસ શું છે ?

Jio સિમ બુક કરવાની તમામ પ્રોસેસના અંતે તમને તમારા ઘરનું સરનામું પૂછવામાં આવશે. અહીં તમારે સિમ ડિલિવરી માટે આધાર કાર્ડમાં આપેલું સરનામું આપવું પડશે. તમે તેની પુષ્ટિ કરતા જ સિમ તમારા સુધી પહોંચી જશે. છેલ્લા ઘણા દિવસોથી Jio 5G વિશે પણ ચર્ચા ચાલી રહી છે. જો તમારે Jio 5G માટે સિમ લેવું હોય તો તમારે આ જ પ્રોસેસને અનુસરવી પડશે. આ રીતે તમામ પ્રોસેસ પૂરી કરશો એટલે તમને ઘરે બેઠા નવું સીમ કાર્ડ મળી જશે.