Digital Payment : ગૂગલ પે દ્વારા કેવી રીતે બદલવો UPI PIN ? જાણો અહીં સરળ રીત

|

Feb 24, 2022 | 7:44 PM

Google Pay યુઝર્સને તેમના એકાઉન્ટ અને ભૂતકાળના ટ્રાન્જેક્શન તપાસવાની મંજૂરી આપે છે. આ સિવાય તમે Google Pay પર પણ તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો.

Digital Payment : ગૂગલ પે દ્વારા કેવી રીતે બદલવો UPI PIN ? જાણો અહીં સરળ રીત
Google Pay (File Photo)

Follow us on

Google Pay : ડિજિટલ પેમેન્ટ (Digital Payment)  કરતી વખતે UPI પિનનો (UPI Pin) ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર આપણે પિન નંબર ભૂલી જઈએ છીએ અથવા ખોટો પિન નંબર દાખલ કરીએ છીએ, જેના કારણે પેમેન્ટ(Payment)  કરવામાં સમસ્યા આવી શકે છે. આટલું જ નહીં ત્રણ વખત ખોટો પિન નંબર નાખવાથી તમારું એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક થઈ જાય છે. જેને કારણે તમે આગામી 24 કલાક સુધી તમારા ડિજિટલ વોલેટનો ઉપયોગ કરી શકતા નથી.

આ રીતે નવો UPI પિન બનાવો

આવા સમયે UPI એટલે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અને PIN એટલે પર્સનલ આઈડેન્ટિટી નંબરનો ઉપયોગ કરી શકો છો. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તમારો UPI પિન કેવી રીતે અપડેટ કરી શકો છો. UPI પિન અપડેટ કરવા માટે, પહેલા Google Pay ખોલો. ઉપર જમણી બાજુએ તમારા ફોટા પર ટેપ કરો. તમારા બેંક એકાઉન્ટ પર ટેપ કરો.હવે અપડેટ કરવા માટેનું બેંક એકાઉન્ટ પસંદ કરો.બાદમાં ફરગેટ UPI પિન પર ટેપ કરો. તમારા ડેબિટ કાર્ડ નંબરના છેલ્લા 6 અંક અને છેલ્લી તારીખ દાખલ કરો.હવે નવો UPI પિન બનાવો.

હવે SMS માં આવેલો ઓટીપી એન્ટર (OTP)  કરો અને  યુઝર ઇચ્છે તો જુના બેન્ક એકાઉન્ટ પણ કાઢી શકે છે અને નવું એકાઉન્ટ પણ ઉમેરી શકો છો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

Google Pay પર બેંક એકાઉન્ટ કેવી રીતે અપડેટ કરવું

આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે…

  1. સૌથી પહેલા તમારે ફોનમાં Google Pay ઓપન કરવાનું રહેશે.
  2.  હવે તમારે ઉપર જમણી બાજુએ તમારી તસવીર પર ટેપ કરવાનુ રહેશે.
  3.  હવે બેંક ખાતું પસંદ કરો.
  4. પછી તમે જે એકાઉન્ટને ડિલીટ કરવા માંગો છો તેના પર ટેપ કરો.
  5. હવે જમણી બાજુએ વધુ અથવા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
  6. હવે રિમુવ એકાઉન્ટ સિલેક્ટ કરો.

Google Pay પર બેંક એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે ચેક કરવુ ?

  1. Google Pay ખોલો.
  2. હવે તમારી પ્રોફાઇલ ખોલો.
  3. બેલેન્સ જાણવા માટે તે બેંક એકાઉન્ટ પર ક્લિક કરો.
  4. વ્યૂ બેલેન્સ પર ટૅપ કરો, તમારો UPI પિન દાખલ કરો.

આ પણ વાંચો : Reels ના રસિયાઓ માટે સારા સમાચાર! ફેસબુક આપી રહી છે લાખો રૂપિયા કમાવાની તક, જાણો કેવી રીતે ?

Next Article