10 અરબ વખત ડાઉનલોડ કરવામાં આવેલી ચોથી એપ બની Gmail, જાણો પહેલી ત્રણ એપ કઈ

|

Jan 11, 2022 | 10:25 PM

લોકપ્રિય ઈમેલ એપ જીમેલને 10 અબજ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તે 10 અબજ ઇન્સ્ટોલ ધરાવતી ચોથી એપ્લિકેશન બની છે. જાણો પહેલી ત્રણ એપ કઈ કઈ છે.

10 અરબ વખત ડાઉનલોડ કરવામાં આવેલી ચોથી એપ બની Gmail, જાણો પહેલી ત્રણ એપ કઈ
Symbolic Image

Follow us on

ગૂગલ(Google)ની ઈમેલ સર્વિસ જીમેલ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. જીમેલની એન્ડ્રોઈડ એપ એક નવા માઈલસ્ટોનને સ્પર્શી ગઈ છે. વાસ્તવમાં જીમેલની એન્ડ્રોઈડ એપ (Gmail Android app) 10 અબજ વખત ડાઉનલોડ (Downloaded 10 billion Times)થઈ છે. નોંધનીય છે કે જીમેલ પહેલી એપ નથી જેણે 10 બિલિયન ડાઉનલોડ્સનો માઈલસ્ટોનને ટચ કર્યો હોય.

આ પહેલા પણ ત્રણ એપ્સ આવી છે જેણે 10 બિલિયન ડાઉનલોડ્સનો માઈલસ્ટોન સ્પર્શ કર્યો છે. જીમેલ પહેલા, ગૂગલ પ્લે સર્વિસ (Google Play Store), યુટ્યુબ (YouTube) અને ગૂગલ મેપ્સે (Google Maps)પણ 10 બિલિયન ડાઉનલોડ્સના માઈલસ્ટોનને સ્પર્શ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, જીમેલ 10 અબજ વખત ડાઉનલોડ થનારી ચોથી એપ છે.

રસપ્રદ વાત એ છે કે ચારેય એપ્સ ગૂગલની છે જેણે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 10 બિલિયન ડાઉનલોડનો આંકડો પાર કર્યો છે. જીમેલની વાત કરીએ તો આ એપ દુનિયાભરમાં લોકપ્રિય બની છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સામાન્ય રીતે લોકો અંગત ઈમેલ માટે જીમેલનો ઉપયોગ કરે છે. આટલું જ નહીં જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારી પાસે એક રીતે જીમેલ આઈડી હોવું જરૂરી છે. નહિંતર, તમે Play Store ને પણ ઍક્સેસ કરી શકશો નહીં.

કંપનીએ Gmail એપમાં પણ ઘણા નવા ફેરફારો કર્યા છે. સમયાંતરે આ એપમાં કેટલાક નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેથી કરીને યુઝર આ એપથી ભ્રમિત ન થાય અને નવા યુઝર્સ સતત ઉમેરાતા રહે. તાજેતરમાં, કંપનીએ મેઇલ મોકલવાની અને તેને પરત કરવાની સુવિધા આપી છે.

આ અનડુ ફીચર હેઠળ 30 સેકન્ડની અંદર મોકલવામાં આવેલ મેઈલને રીટ્રેક્ટ કરી શકાય છે. અગાઉ માત્ર 5 સેકન્ડનો સમય મળતો હતો. જીમેલ એપની સાથે કંપનીએ જીમેલના કોર યુઝર ઈન્ટરફેસમાં પણ ઘણી વખત ફેરફાર કર્યા છે. કંપનીએ ઇનબોક્સથી સ્પામ ફોલ્ડરમાં ફેરફાર કર્યા છે.

આ પણ વાંચો: Maharashtra: નાગપુરના સીતાબુલડી બજારમાં કોરોના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, કડક નિયમો હોવા છતા ખરીદી કરવા ઉમટી હજારોની ભીડ

આ પણ વાંચો: UP Election-2022: ટિકિટ વહેંચણીને લઈને આજે દિલ્હીમાં BJPની મહત્વની બેઠક, CM યોગી સહિત રાજ્યના મોટા નેતાઓ સામેલ થશે

આ પણ વાંચો: સાઉથના સ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા’ કમાણી મામલે અટકવાનું નથી રહી લઈ નામ, વર્લ્ડવાઈડ કરી આટલા કરોડની કમાણી

Next Article