Technology: ઓનલાઈન સ્ટોકિંગથી મળશે છુટકારો ! WhatsApp માં આવ્યું નવું ફિચર, આ રીતે કરશે કામ

|

Dec 13, 2021 | 9:01 AM

વોટ્સએપ બીટા ફીચર્સને ટ્રૅક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને થર્ડ પાર્ટી એપ્લિકેશનને ટાઈમ લોગ્સ એક્સેસ કરવાથી રોકવા માટે નવા ફીચર્સ ઈન્ટિગ્રેટ કર્યા છે.

Technology: ઓનલાઈન સ્ટોકિંગથી મળશે છુટકારો ! WhatsApp માં આવ્યું નવું ફિચર, આ રીતે કરશે કામ
WhatsApp New Feature

Follow us on

WhatsApp New Feature: WhatsApp લાંબા સમયથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન છે. એપ્લિકેશન વારંવાર તેના વપરાશકર્તાઓને વધુ અને વધુ સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે અને તેમના ચેટિંગ અનુભવને સુધારવા માટે નવા અપડેટ્સ લાવતું રહે છે. પરંતુ, કેટલીકવાર આ સુવિધાઓનો દુરુપયોગ પણ થાય છે. કેટલીક થર્ડ પાર્ટી એપ્સ ઓનલાઈન એક્ટિવિટી ટ્રૅક કરવા માટે WhatsAppના ‘લાસ્ટ સીન’ સ્ટેટસ અને ‘ઑનલાઈન’ સ્ટેટસનો દુરુપયોગ કરે છે.

કેટલાક વપરાશકર્તાઓએ નોંધ્યું હશે કે તેઓ ‘ઓનલાઈન’ સ્ટેટસ અથવા ‘લાસ્ટ સીન’ સ્ટેટસ જોઈ શકતા નથી કે જેની સાથે તેઓએ પહેલાં ક્યારેય ચેટ કરી નથી. વોટ્સએપ બીટા ફીચર્સને ટ્રૅક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશનમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનને ટાઈમ લોગ્સ એક્સેસ કરવાથી રોકવા માટે નવા ફીચર્સ ઈન્ટીગ્રેટ કર્યા છે.

WhatsApp પર ઓનલાઈન સ્ટોકિંગ કેવી રીતે થાય છે

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

Android પર Google Play Store અને iOS પર Apple App Store માંથી કેટલીક થર્ડ પાર્ટી એપ્લિકેશનો ‘ઓનલાઈન’ સ્ટેટસ ટાઈમ અને ‘લાસ્ટ સીન’ ટાઈમ લોગ કરવા માટે એપમાંથી ડેટા એક્સેસ કરી શકે છે. આવી એપ્સને આવા ડેટા એક્સેસ કરવાથી રોકવા માટે WhatsAppએ હવે કેટલાક સેફ્ટી ફીચર્સ અપડેટ કર્યા છે.

જ્યાં સુધી બંને એકાઉન્ટ પર ‘લાસ્ટ સીન’ સ્ટેટસ એક્ટિવેટ નહીં થાય ત્યાં સુધી યુઝર્સ લાસ્ટ સીન જોવા નહીં મળી. ઉપરાંત, યુઝર્સ એકબીજાનું ઓનલાઈન સ્ટેટસ (Online Status) જોઈ શકશે નહીં. લાસ્ટ સીન જોવા માટે, બંને એકાઉન્ટ્સ વચ્ચે ચેટ હિસ્ટ્રી હોવી જરૂરી છે. એપ્લિકેશને ખાતરી આપી છે કે આ અપડેટ વપરાશકર્તાઓની મિત્રો, પરિવાર અને વ્યવસાય સાથેની ચેટમાં કોઈ અડચણ ઊભી કરશે નહીં.

જો તમે હજુ પણ વપરાશકર્તાના લાસ્ટ સીન અને ઓનલાઈન સ્થિતિ જોઈ શકતા નથી, તો તમારા કોન્ટે્કટએ તેમના તમામ સ્ટેટ્સ શેર કરવાનું બંધ કરી દીધું છે અથવા ફક્ત મર્યાદિત સંખ્યામાં વપરાશકર્તાઓને તેમની માહિતી જોવાની મંજૂરી આપી છે.

 

આ પણ વાંચો: Viral Video: ડાંસિંગ ડેડએ કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ લોકોએ કર્યા ખુબ વખાણ

આ પણ વાંચો: Happy birthday Venkatesh: બોલિવૂડનો ‘અનાડી’ કેવી રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર? વેંકટેશના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

Next Article