G-20 સમિટમાં ટેક્નોલોજીનો થશે જબરદસ્ત ઉપયોગ, ગાઈડને બદલે AI એન્કર કરશે સ્વાગત, હિન્દી સહિત 16 ભાષામાં આપશે માહિતી

સમગ્ર પ્રદર્શન કેવું હશે, તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જણાવવામાં આવશે. એક AI એન્કર તૈયાર કરવામાં આવ્યું છે, જે જણાવશે કે ક્યાં અને કેવી રીતે જવું. આ એન્કર 16 ભાષાઓમાં બોલી શકશે. જેમાં હિન્દી, અંગ્રેજી, જાપાન, કોરિયન, ચીન, રશિયન, તુર્કી, અરબી, ડચ, પોર્ટુગીઝ, બાંગ્લા, ઈન્ડોનેશિયાની ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

G-20 સમિટમાં ટેક્નોલોજીનો થશે જબરદસ્ત ઉપયોગ, ગાઈડને બદલે AI એન્કર કરશે સ્વાગત, હિન્દી સહિત 16 ભાષામાં આપશે માહિતી
AI Anchor
| Edited By: | Updated on: Sep 04, 2023 | 7:33 PM

ભારતનો ટેક્નોલોજી સાથે લાંબો સંબંધ છે. આ બધું G-20ની બેઠકમાં (G 20 Summit) જોવા મળશે. અહીં આવનાર સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો માટે એક એન્કર હશે જે AI (Artificial Intelligence) પર કામ કરશે. આ એન્કર આવનાર મહેમાનોનું સ્વાગત કરશે. TV9 ભારતવર્ષ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ભારત લોકશાહીની જનની છે’ સમગ્ર હોલમાં ડિજિટલ ફોર્મેટમાં બતાવવામાં આવશે.

ડાન્સિંગ ગર્લ રહેશે આકર્ષણનું કેન્દ્ર

મોહેંજોદારોની ડાન્સિંગ ગર્લ 5 ફૂટની હશે જે સરસ્વતી સિંધુ સભ્યતા વિશે જણાવશે. આ ડાન્સિંગ ગર્લ રામજી સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે 5 ફૂટ ઉંચો અને 120 કિલો વજનની હશે. તે રિસેપ્શન એરિયાની સામે રોટેશન પેનલ પર હશે.

ભારતમાં લોકશાહીની યાત્રા

ભારતમાં વૈદિક કાળથી લોકતાંત્રિક વલણ છે, જેમાં કાયદાનું શાસન અને સુશાસન દર્શાવવામાં આવ્યું છે. હિમાચલના મલાણા ગામની એક તસવીર બતાવવામાં આવી છે, જેમાં હજારો વર્ષથી લોકતાંત્રિક રીતે કેવી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ બધું ડિજિટલ વોલ પર હશે. તે હોલ નંબર પાંચમાં મીડિયા સેન્ટર પાસે હશે.

ગાઈડને બદલે AI એન્કર કરશે સ્વાગત

સમગ્ર પ્રદર્શન કેવું હશે, તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જણાવવામાં આવશે. એક AI એન્કર તૈયાર કરવામાં આવ્યું છે, જે જણાવશે કે ક્યાં અને કેવી રીતે જવું. આ એન્કર 16 ભાષાઓમાં બોલી શકશે. જેમાં હિન્દી, અંગ્રેજી, જાપાન, કોરિયન, ચીન, રશિયન, તુર્કી, અરબી, ડચ, પોર્ટુગીઝ, બાંગ્લા, ઈન્ડોનેશિયાની ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : શું ઈન્સ્ટાગ્રામ-ફેસબુક માટે રૂપિયા આપવા પડશે? પેઇડ વર્ઝન લાવવાની થઈ રહી છે તૈયારી!

લોકશાહી યાત્રાનો વિકાસ

લોકશાહી કાર્યના વિકાસની ગાથા 16 ભાષાઓમાં લખાઈ છે. તેમાં એક QR કોડ હશે, જેને સ્કેન કરીને તમે વેબસાઇટ પર જઈ શકો છો. તેમાં તમામ દેશી અને વિદેશી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં રામાયણ, મહાભારત, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, કૌટિલ્યની રાજનીતિ, રાજા અશોક અને મૌર્યના શાસનની સાથે ભારતમાં આવેલા વિદેશીઓ જેમાં મેગસ્થિનિસ, ફાહાયને લોકશાહીની વાતો લખી છે, આ બધું દર્શાવવામાં આવ્યું છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો