ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાવું છે મનપસંદ ફુડ તો આ રીતે કરો ઓર્ડર

|

Jun 20, 2022 | 1:20 PM

ચાલો જાણીએ કે ટ્રેનની (Train) મુસાફરી દરમિયાન ભોજન કેવી રીતે ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે અને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાવું છે મનપસંદ ફુડ તો આ રીતે કરો ઓર્ડર
Indian Railway
Image Credit source: TV9 Digital

Follow us on

ભારતીય રેલ્વે(Indian Railway)માં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લોકો લાંબા અંતરની મુસાફરી માટે પણ રેલનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે મુસાફરો લાંબી મુસાફરી દરમિયાન ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરે અથવા રેલવેની પેન્ટ્રીનો ઉપયોગ કરે. પરંતુ જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બહારથી ખાવા માટે કંઈક મંગાવવા માંગતા હોવ તો તમારી પાસે તેનો વિકલ્પ છે. ચાલો જાણીએ કે ટ્રેનની મુસાફરી દરમિયાન ભોજન કેવી રીતે ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે અને ઓનલાઈન ફૂડ ઓર્ડર (Online Food Order) કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ટ્રેનમાં ફૂડ ઓર્ડર કરતા પહેલા તમારે આ બાબતો જાણવી જોઈએ

  1. મુસાફરી દરમિયાન ફૂડ ઓર્ડર કરવા માટે, PNR અને ટ્રેનની વિગતો દાખલ કરવી પડશે.
  2. તેથી તમારી પાસે કન્ફર્મ અથવા વેઇટિંગ ટિકિટ હોવી આવશ્યક છે.
  3. ઈ-કેટરિંગ સેવા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.
  4. ઈ-કેટરિંગ સેવામાં ઓનલાઈન અને કેશ-ઓન ડિલિવરી પેમેન્ટ મોડ બંનેનો વિકલ્પ ઉપલબ્ધ છે.
  5. આજનું રાશિફળ તારીખ : 02-05-2024
    હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
    કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
    ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
    હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  6. જો ટ્રેન લેટ થવા પર તમારું ફૂડ ડિલિવરી ન થાય, તો તમને સંપૂર્ણ રિફંડ મળશે.
  7. પ્રવાસ દરમિયાન મુસાફરો ત્રણ રીતે ફૂડ ઓર્ડર કરી શકે છે.
  8. આ માટે મુસાફરો ઈ-કેટરિંગ વેબસાઈટ, ફૂડ ઓન ટ્રેક મોબાઈલ એપ અને 1323 કોલિંગ સર્વિસનો ઉપયોગ કરી શકે છે.

આ રીતે વેબસાઇટ દ્વારા બુક કરો

  1. https://www.ecatering.irctc.co.in ની મુલાકાત લો
  2. તમારો PNR નંબર દાખલ કરો
  3. આ પછી ડ્રોપ ડાઉન મેનુમાંથી સ્ટેશન પસંદ કરો.
  4. હવે તમારી સામે તમામ રેસ્ટોરાંનું લિસ્ટ આવશે. તમે તમારી પસંદગીની રેસ્ટોરેંટ્સ પસંદ કરી શકો છો.
  5. તે પછી ફૂડને કાર્ટમાં એડ કરો અને ચુકવણી કરો.
  6. હવે તમને એક ડિલિવરી કોડ આપવામાં આવશે જે તમારે ડિલિવરી સમયે શેર કરવાનો રહેશે.
Next Article