Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી, જાણો આ સરળ રીતે

|

Jun 03, 2021 | 4:12 PM

Facebook પર તમારી જાસૂસી(Spying) કોણ કરે છે તે કેવી રીતે શોધી શકાય. તો તમને જવાબ અહીં મળશે. અમે તમને અહીં એક વિશેષ રીત જણાવીશું, જેના દ્વારા તમે જાસૂસ (Spying)ને શોધી શકશો. ચાલો જાણીએ આખી પ્રક્રિયા

Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી, જાણો આ સરળ રીતે
Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી

Follow us on

ભારતમાં Facebook ના કરોડો યુઝર્સ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આપણે મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહીએ છીએ. જો કે અમારી ફ્રેન્ડ લીસ્ટમાં અનેક યુઝર્સ એવા હશે જેને આપણે જાણતા નથી. તેથી શક્ય છે કે આવા અજાણ્યા યુઝર્સ આપણી જાસૂસી કરતા હોય અને ઘણા પ્રકારની માહિતી એકત્રિત કરી શકે. આ સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે તમારી જાસૂસી(Spying) કોણ કરે છે તે કેવી રીતે શોધી શકાય. તો તમને જવાબ અહીં મળશે. અમે તમને અહીં એક વિશેષ રીત જણાવીશું, જેના દ્વારા તમે જાસૂસ ને શોધી શકશો. ચાલો જાણીએ આખી પ્રક્રિયા …

તમારી Facebook પ્રોફાઇલ કોણે જોવે છે આ રીતે જાણો

1 સૌ પ્રથમ કમ્પ્યુટર અથવા લેપટોપ પર ફેસબુક ખોલો
2 ફેસબુક પેજ ખોલ્યા પછી, માઉસ સાથે રાઇટ તરફ ક્લિક કરો
3 આ પછી તમને પેજ સોર્સ ઓપ્શન દેખાશે, તેની પર ક્લિક કરો
4 નવું પેજ ખોલ્યા પછી, CTRL + F નો કમાન્ડ આપો
5 તેની બાદ રાઈટ સાઇડ પર એક સર્ચ બોક્સ ખુલશે,
6 જેમાં તમારે BUDDY_ID લખીને સર્ચ કરવું પડશે
7 તેની બાદ તમને BUDDY_ID તરીકે 15 અંકનો ID જોવા મળશે
8 આ BUDDY_ID ને કોપી કરી લો
9. તેની બાદ Facebook.com/15-નંબરનો આઈડી દાખલ કરો
10 અહીં તમારી પ્રોફાઇલ જોનારા યુઝર્સનો ID જોવા મળશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રીતે તમારા ફેસબુક એકાઉન્ટની જાસૂસી (Spying) કરનારા વ્યકિતને તમે જાણી શકો છો.

તમારી પ્રોફાઇલ લોગ- ઇન  કોણે કર્યું છે  તે શોધવા માટે

જો તમે Facebookને મોબાઈલ અથવા કોઈપણ અન્ય ડિવાઇસ પર લોગ ઇન કરવાનું ભૂલી ગયા છો. તો કોઈ તમારા એકાઉન્ટનો ઉપયોગ કોણ કરે છે તે પણ તમે આ સરળ રીતે જાણી શકો છો.

1 પ્રથમ ફેસબુકની રાઇટ સાઈડ પર દેખાતા ત્રણ ડોટેડ લાઇન પર ક્લિક કરો
2 આ પછી ફેસબુકના સેટિંગ વિકલ્પ પર ક્લિક કરો.
3 જ્યાં તમને સિક્યુરિટી અને લોગિનનો વિકલ્પ દેખાશે.
4 આ પછી તમે જ્યાં લોગિન થયા છો તેનો વિકલ્પ દેખાશે.
5  તમારું ફેસબુક એકાઉન્ટ કઇ ડિવાઇસ પર, ક્યાં અને કયા સમયે લોગ-ઇન થયેલ છે.
6  તેની બધી માહિતી ઉપલબ્ધ હશે.

જેની મદદથી તમે શોધી શકો છો કે તમારા સિવાય અન્ય કોણ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરે છે.

Published On - 4:10 pm, Thu, 3 June 21

Next Article