જાણો શું છે હોટલાઇન સર્વિસ જેના માધ્યમથી દેશના વડાપ્રધાન અન્ય દેશના નેતાઓ સાથે કરે છે ખાનગી વાત

|

Jul 27, 2021 | 5:16 PM

હોટલાઇન સર્વિસને કોમ્યુનિકેશનનું સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે. ભારત અને અમેરીકા વચ્ચે વર્ષ 2015 માં હોટલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસની મદદથી બંને દેશોના એનએસએ અન્ય કોઇ પણ ચેનલની મદદ વગર સીધા એક બીજા સાથે કનેક્ટ થઇ શકે છે.

જાણો શું છે હોટલાઇન સર્વિસ જેના માધ્યમથી દેશના વડાપ્રધાન અન્ય દેશના નેતાઓ સાથે કરે છે ખાનગી વાત
Hotline service through which the Prime Minister of the country talks privately with the leaders of other countries

Follow us on

તમે ઘણી વાર મીડિયામાં કે સમાચાર પત્રોમાં એક શબ્દ સાંભળ્યો હશે અથવા તો વાંચ્યો હશે આ શબ્દ છે  ‘હોટલાઇન’, તમે સાંભળ્યુ હશે કે ભારતના પ્રધાનમંત્રી જ્યારે પણ દુનિયામાં તેમના સમકક્ષ નેતાઓ સાથે કોઇ મુદ્દા પર ચર્ચા કરે છે ત્યારે તેઓ હોટલાઇનનો ઉપયોગ કરે છે. હોટલાઇનનો (HotLine) ઉપયોગ કોઇ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે કરવામાં આવે છે. શું તમે ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ હોટલાઇન શું છે ? આજે અમે હોટલાઇન વિશે તમને કેટલીક અજાણી વાતો જણાવીશું

 

શું હોય છે બે દેશો વચ્ચેની હોટલાઇન સેવા ?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હોટલાઇન એટલે કે પોઇન્ટ ટૂ પોઇન્ટ કમ્યુનિકેશનની એ લિંક (point-to-point communications link) કે જેના પર ઓટોમેટિકલી કોલ પહેલાથી જ ડાયરેક્ટેડ નંબર પર લાગી જાય છે. તેના માટે યૂઝર્સને વધારેના એક્શનની જરૂર હોતી નથી. આ માટે ફોન સંપૂર્ણપણે ડેડિકેટેડ હોય છે તેને કોઇ પણ પ્રકારની રોટરી ડાયલ અથવા કી-પેડની જરૂર નથી પડતી. હોટલાઇનને તમે ઓટોમેટિક સિગ્નલિંગ, રિંગડાઉન અથવા તો ઓફ-હુક સર્વિસ તરીકે પણ જાણી શકો છો. હોટલાઇન નંબરને ડાયલ કરવા માટે યૂઝરને કઇ પણ કરવુ નથી પડતુ એટલે કે રિસીવર ઉઠાવતાની સાથે જ ફોન જાતે કનેક્ટ થઇ જાય છે. તેના માટે નંબર પણ ડાયલ કરવાની જરૂર નથી.

 

કયા કયા દેશો વચ્ચે હાટલાઇન સર્વિસ છે ?

ભારત-અમેરીકા
ભારત-પાકિસ્તાન
ચીન-ભારત
અમેરીકા-રશિયા
અમેરીકા-યૂકે
રશિયા-ચીન
રશિયા-ફ્રાંસ
રશિયા-યૂકે
અમેરીકા-ચીન
ચીન-જાપાન
નોર્થ કોરિયા-સાઉથ કોરિયા

 

ભારત-પાકિસ્તાન હોટલાઇન સેવા

ભારત અને પાકિસ્તાન વચ્ચે હોટલાઇન ઘણી વાર ચર્ચાનો વિષય બને છે. આ હોટલાઇનને વર્ષ 1971 ના યુદ્ધ બાદ તુરંત શરૂ કરવામાં આવી હતી. આ હોટલાઇન ઇસ્લામાબાદના પ્રધાનમંત્રીની ઓફિસમાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ તરફથી ભારતની રાજધાની દિલ્લીમાં સ્થિત સચિવાલય સાથે જોડવામાં આવી છે. આ હોટલાઇનનો ઉપયોગ હમણા સુધી બંને દેશોના મિલિટ્રી લિડર્સ કરતા આવ્યા છે.

 

ભારત-અમેરીકા વચ્ચે ક્યારે શરૂઆત થઇ ?

હોટલાઇન સર્વિસને કોમ્યુનિકેશનનું સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે. ભારત અને અમેરીકા વચ્ચે વર્ષ 2015 માં હોટલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસની મદદથી બંને દેશોના એનએસએ અન્ય કોઇ પણ ચેનલની મદદ વગર સીધા એક બીજા સાથે કનેક્ટ થઇ શકે છે.

 

આ પણ વાંચો – આ ટ્રીક તમને બચાવશે WhatsApp ના ફાલતુ ગ્રુપથી, તમારી મરજી વિરૂદ્ધ કોઈ નહીં કરી શકે તમને એડ

આ પણ વાંચો – YouTubeએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ગુગલ પ્લે સ્ટોર પર 10 બિલિયનથી વધારે ડાઉનલોડ્સ

Next Article