નવા નાણાંકીય વર્ષથી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે ફાસ્ટ ટેગ ફરજીયાત

|

Dec 25, 2020 | 2:53 PM

કાર સહીતના હળવાથી ભારે વાહન માટે, આગામી પહેલી જાન્યુઆરી 2021થી, ટોલ પ્લાઝાથી પસાર થવા માટે ફાસ્ટ ટેગ ફરજીયાત કરાયુ છે. તો આગામી નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલ 2021થી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે પણ ફાસ્ટ ટેગ ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયો છે. ફાસ્ટ ટેગના ઉપયોગથી ટોલપ્લાઝા ઉપર વધારે સમય ઊભા નહી રહેવુ પડે. જેના કારણે હજ્જારો […]

નવા નાણાંકીય વર્ષથી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે ફાસ્ટ ટેગ ફરજીયાત

Follow us on

કાર સહીતના હળવાથી ભારે વાહન માટે, આગામી પહેલી જાન્યુઆરી 2021થી, ટોલ પ્લાઝાથી પસાર થવા માટે ફાસ્ટ ટેગ ફરજીયાત કરાયુ છે. તો આગામી નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલ 2021થી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે પણ ફાસ્ટ ટેગ ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયો છે.

ફાસ્ટ ટેગના ઉપયોગથી ટોલપ્લાઝા ઉપર વધારે સમય ઊભા નહી રહેવુ પડે. જેના કારણે હજ્જારો લીટર ઈંધણનો બચાવ થશે. સાથોસાથ વાહનચાલકોનો સમય પણ બચશે તેમ કેન્દ્રીય વાહન અને પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ કહ્યું હતું. ટોલ પ્લાઝામાં  ટોલની ઓનલાઈન ચુકવણી સુવિધાવાળી ફાસ્ટ ટૅગ સિસ્ટમ 2016થી શરુ કરવામાં આવી હતી. ચાર બેન્કોએ કુલ 1 લાખ ફાસ્ટ ટૅગ જારી કર્યાં હતા. 2017 સુધી ફાસ્ટ ટૅગની સંખ્યા વધીને 7 લાખ થઈ ગઈ હતી. જયારે 2018માં 34 લાખથી પણ વધારે ફાસ્ટ ટૅગ જારી કરવામાં આવ્યા હતા.

આ વર્ષ નવેમ્બરથી કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક સુચના બહાર પાડી કે 1 જાન્યુઆરી 2017 પહેલા વેચેલા વાહનો માટે પણ ફાસ્ટ ટૅગ 1 જાન્યુઆરી 2021થી જરુરી બનાવી દીધુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નેશનલ પરમિટ વાળા વાહનો માટે પણ ફાસ્ટ ટૅગ 1 ઓક્ટોબર 2019થી જરુરી બનાવી દિધુ છે. હવે ફાસ્ટ ટૅગને થર્ડ પાર્ટી વીમા માટે જરુરી બનાવવામાં આવ્યું છે. જે 1 એપ્રિલ 2021થી અમલમાં આવશે. પૈસિવ રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય ટોલ કલેકશન (NETC) કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો છે.

Next Article