ફેક ઈ-ચલણના નામે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન

હેમેન્દ્ર કુમારે કહ્યું કે, હવે ઈ-ચલણ પેમેન્ટ કૌભાંડના કેસે વધવા લાગ્યા છે. તેના માટે હેકર્સ પહેલા ફેક મેસેજ મોકલે છે, જે એકદમ ઓરિજનલ જેવો જ લાગે છે. આ SMS ટ્રાફિક પોલીસ દ્વારા મોકલવામાં આવતા ચલણ જેવો જ દેખાય છે. મેસેજમાં લખવામાં આવ્યું હોય છે કે, તમારા દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થયું છે.

ફેક ઈ-ચલણના નામે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન
E-Challan Fraud
| Updated on: Nov 05, 2023 | 1:15 PM

હાલમાં સાયબર ફ્રોડના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્કેમર્સ લોકોના રૂપિયાની ચોરી કરવા માટે જુદી-જુદી રીત અપનાવી રહ્યા છે. હવે છેતરપિંડીનો એક નવો કેસ સામે આવ્યો છે, જેમાં લોકોના ખાતામાંથી રૂપિયા ઉપડવામાં આવી રહ્યા છે. આ નવી પદ્ધતિ ફેક ઈ-ચલણ કૌભાંડની છે. આ વાતનો ખુલાસો DCP હેડક્વાર્ટર અને ફરીદાબાદના સાયબર ઓફિસર હેમેન્દ્ર કુમાર મીણાએ કર્યો છે.

કેવી રીતે થાય છે ઈ-ચલણ ફ્રોડ

હેમેન્દ્ર કુમારે કહ્યું કે, હવે ઈ-ચલણ પેમેન્ટ કૌભાંડના કેસે વધવા લાગ્યા છે. તેના માટે હેકર્સ પહેલા ફેક મેસેજ મોકલે છે, જે એકદમ ઓરિજનલ જેવો જ લાગે છે. આ SMS ટ્રાફિક પોલીસ દ્વારા મોકલવામાં આવતા ચલણ જેવો જ દેખાય છે. મેસેજમાં લખવામાં આવ્યું હોય છે કે, તમારા દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થયું છે અને તમારે દંડની રકમ ચૂકવવી પડશે.

સાયબર ગુનેગારો યુઝર્સના ડિવાઈસને કરે છે હેક

આ ઉપરાંત મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હોય છે. લોકો જ્યારે મેસેજમાં આપવામા આવેલી લિંક પર ક્લિક કરે છે ત્યારે ફેક વેબસાઈટ ઓપન થઈ જાય છે. જો કોઈ આ લિંક પર ક્લિક કરે છે તો સાયબર ગુનેગારો યુઝર્સના ડિવાઈસને હેક કરી અને એક્સેસ મેળવી લે છે. ત્યારબાદ યુઝરના બેંક ખાતામાંથી રૂપિયા ચોરી લે છે.

ટ્રાફિક પોલીસની ઓરિજીનલ અને ફેક વેબસાઇટ વચ્ચેનો તફાવત

ટ્રાફિક પોલીસની ઓફિશિયલ વેબસાઇટ – https://echallan.parivahan.gov.in

ફેક વેબસાઇટ – https://echallanparivahan.in

આ પણ વાંચો : જો તમે UPI દ્વારા પેમેન્ટ સ્વિકારો છો તો આ બાબતોનું ધ્યાન રાખજો, એક નાની ભૂલથી થઈ શકે છે ફ્રોડ, જુઓ વીડિયો

  1. સાયબર ફ્રોડથી બચાવા આ બાબતોનું રાખો ધ્યાન
  2. તમને ફેક લાગે તેવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
  3. ફેક વેબસાઇટ અને ઓરિજીનલ વેબસાઇટને ચેક કરો, નહીં તો સાયબર ગુનેગારો તમારા એકાઉન્ટમાંથી રૂપિયાની ચોરી કરી શકે છે.
  4. જો તમારી પાસે કોઈ ઈ-ચલણનો મેસેજ આવે છે તો ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો. તેમની સાથે વાત કરી ત્યારબાદ પેમેન્ટની ચૂકવણી કરો.
  5. ટ્રાફિક પોલીસ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જ ઈ-ચલણની રકમની ચુકવણી કરો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:14 pm, Sun, 5 November 23