ભારતના વિદ્યાર્થીએ દૂર કરી WhatsAppની સમસ્યા, ઈનામ આપીને કરાયું સન્માન

|

Jun 04, 2019 | 10:37 AM

ફેસબુક અને વોટસએપ ભલે પોતાના કર્મચારીઓને કરોડો રુપિયાનું પેકેજ આપીને રાખતા હોય છે પણ ઘણાં એવા યુવાનો છે કે જે ફેસબુકમાં નોકરી નથી કરતાં હોતા પણ પોતાની પ્રતિભાથી મોટા મોટા દિગ્ગજો ના કરી શકે તે કરી બતાવે છે. કેરલના એક વિદ્યાર્થીએ ફેસબુકને એક બગનું સમાધાન મોકલ્યું હતું, જેને લઈને ફેસબુકે આ વિદ્યાર્થીને પુરસ્કાર સાથે સન્માનિત […]

ભારતના વિદ્યાર્થીએ દૂર કરી WhatsAppની સમસ્યા, ઈનામ આપીને કરાયું સન્માન

Follow us on

ફેસબુક અને વોટસએપ ભલે પોતાના કર્મચારીઓને કરોડો રુપિયાનું પેકેજ આપીને રાખતા હોય છે પણ ઘણાં એવા યુવાનો છે કે જે ફેસબુકમાં નોકરી નથી કરતાં હોતા પણ પોતાની પ્રતિભાથી મોટા મોટા દિગ્ગજો ના કરી શકે તે કરી બતાવે છે. કેરલના એક વિદ્યાર્થીએ ફેસબુકને એક બગનું સમાધાન મોકલ્યું હતું, જેને લઈને ફેસબુકે આ વિદ્યાર્થીને પુરસ્કાર સાથે સન્માનિત પણ કર્યો છે.

કેરલમાં રહેતા અને બીટેકનો અભ્યાસ કરતા અનંતકૃષ્ણાએ વોટસએપમાંથી એક બગનું સમાધાન ફેસબુકને આપ્યું હતું. જેના પર ફેસબુકે 2 મહિના સુધી કામ કર્યું અને નિવારણ લાવી શકાયું. બગમાં એવું હતું કે અન્ય કોઈ યુઝર્સના ડેટા મૂળ યુઝર્સની જાણકારી વિના જ ડીલીટ કરી શકાતી હતી. આમ આ સમસ્યાનું સમાધાન લાવવામાં અનંતકૃષ્ણે મદદ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો:  અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયુ 24 કિલો સોનુ, દુબઈથી આવેલા મુસાફરની કરાઈ અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફેસબુક આ મદદથી ખૂશ થઈ ગયું અને અનંતકૃષ્ણને હોલ ઓફ ફેમમાં પણ જગ્યા આપવાની વાત કરી છે. આ સિવાય ફેસબુકના આભાર લિસ્ટમાં પણ તેનું નામ સામેલ કર્યું છે. વધુમાં 34 હજાર રુપિયાનું કેશ પ્રાઈઝ પણ ફેસબુક દ્વારા આ વિદ્યાર્થીને આપવામાં આવશે.

 

TV9 Gujarati

 

હાલ અનંતકૃષ્ણ એથિકલ હેકિંગ પર કામ કરી રહ્યાં છે. તેઓ કેરલ પોલીસ વિભાગમાં પણ મદદ કરે છે. આમ ફેસબુક દ્વારા સતત એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેમના યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખી શકાય તેમાં અનંતકૃષ્ણે પોતાનું પ્રદાન આપ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article