Facebook Data Leak: 53 કરોડથી વધારે લોકોના ફોન-નંબર-ડેટા લીક

|

Apr 04, 2021 | 12:32 PM

Facebook Data Leak  : ફેસબુકમાંથી ડેટા લીક થવાનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે હેકર્સે ફેસબુકના માલિક માર્ક ઝુકર્બર્ગનો ફોન નંબર અને પર્સનલ ડેટા જાહેર કરી દીધા.  મળેલી જાણકારી પ્રમાણે ફેસબુકનો ઉપયોગ કરનારા દુનિયાભરના 100 દેશોના લગભગ 53 કરોડથી વધારે લોકોના ડેટા ઓનલાઇન લીક થયા છે.

Facebook Data Leak: 53 કરોડથી વધારે લોકોના ફોન-નંબર-ડેટા લીક
Facebook

Follow us on

Facebook Data Leak  : ફેસબુકમાંથી ડેટા લીક થવાનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે હેકર્સે ફેસબુકના માલિક માર્ક ઝુકર્બર્ગનો ફોન નંબર અને પર્સનલ ડેટા જાહેર કરી દીધા.  મળેલી જાણકારી પ્રમાણે ફેસબુકનો ઉપયોગ કરનારા દુનિયાભરના 100 દેશોના લગભગ 53 કરોડથી વધારે લોકોના ડેટા ઓનલાઇન લીક થયા છે. શનિવારે  લોકોના ફોન નંબર અને પર્સનલ ડેટા હેકર્સે જાહેર કરી દીધા છે.

 

મળેલી જાણકારી પ્રમાણે જે ડેટા લીક થયા છે તેમાંથી 60 લાખ ભારતીય લોકોના ડેટા પણ સામેલ છે.આપને જણાવી દઇએ કે ડેટાની સુરક્ષાને લઇને કોઇ નિયમો નથી. ડેટા સુરક્ષા સાથે સંલગ્ન ડેટા પ્રોટેક્શન બિલ લોકસભામાં હજી સુધી અટકેલુ છે. એવામાં ફેસબુક યુઝર્સની પર્સનલ જાણકારી અને ફોન નંબરને સાર્વજનિક કરાયા પછી આ સુરક્ષા પર ફરી પ્રશ્ચનાર્થ ચિહ્ન લાગી ગયુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ફેસબુકના આ કેસમાં હેકર્સે 106 દેશોના યૂઝર્સના ડેટા જાહેર કરી દીધા છે. આશંકા છે કે 60 લાખ ભારતીય યૂઝર્સના ડેટા પણ હેક કરવામાં આવ્યા છે. હેકર્સે ફેસબુક આઈડી, નામ, સરનામુ જન્મદિવસ અને ઇમેલ-એડ્રેસ ચોર્યા છે.

 

જો કે ફેસબુકે આ કેસમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે લીક થયેલા ડેટા 2019થી પહેલાના છે. આ સાથે જ ફેસબુકે કહ્યું કે ડેટા લીક થયા બાદ બધુ જ સરખુ કરી દેવામાં આવ્યું હતું. જો કે જાણકારોના પ્રમાણે જૂના ડેટાથી પણ હેકર્સ યૂઝર્સને નુકસાન પહોંચાડી શકે છે.

 

ફેસબુકની સુરક્ષાને લઇ પહેલા પણ વિવાદ થઇ ચૂક્યો છે

મહત્વપૂર્ણ છે કે ફેસબુક ડેટા લીક થવાના કારણે પહેલા પણ વિવાદ થતા રહ્યા છે. બ્રિટનની કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર 5.62 લાખ ભારતીયનો ફેસબુક ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકા રાજનીતીક પરામર્શ આપવાનું કામ કરે છે. આને લઇને સીબીઆઈએ કેમ્બ્રિજ એનાલિટિકા વિરુધ્ધ કેસ પણ દાખલ કર્યો હતો.

Next Article