પૈસા ચૂકવવાના સરકારી ફરમાન પર નારાજ ફેસબુક, ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝની તમામ વેબસાઇટ્સ પર મુક્યો પ્રતિબંધ

|

Feb 18, 2021 | 1:05 PM

ઓસ્ટ્રેલિયામાં સરકાર કાનુન બનાવવા જઈ રહી છે કે ગૂગલ અને ફેસબુકે દરેક ક્લિક માટે ન્યૂઝ વેબસાઈટને પૈસા ચૂકવવા પડશે. આ નિયમથી નારાજ થઈને ફેસબુકે ઘણી વેબસાઈટ બેન કરી દીધી છે.

પૈસા ચૂકવવાના સરકારી ફરમાન પર નારાજ ફેસબુક, ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝની તમામ વેબસાઇટ્સ પર મુક્યો પ્રતિબંધ
ફેસબુકે દરેક ન્યૂઝ વેબસાઈટ પર પ્રતિબંધ મુક્યો

Follow us on

ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં ફેસબુકએ અચાનક ઘણા પેજ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેનાથી ઘણી સેવાઓ પર અસર થઈ હતી. ફેસબુકે ઘણા પેજ પર કંઈપણ પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જે પેજ દ્વારા લોકોને કોરોના વાયરસ, આગ અને ચક્રવાત વિશે ચેતવણી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે ફેસબુકે સમાચાર વેબસાઇટની સાથે ઘણા સરકારી પેજ અને વેબસાઇટ્સ પર આ પ્રતિબંધ મૂક્યો છે.

ઓસ્ટ્રેલિયામાં સમાચાર બતાવવા માટે પૈસા આપવાના કાયદાના કારણે ફેસબુકે સમાચાર પેજ પરથી પોસ્ટ કરવા માટે ત્યાં બધા ન્યૂઝ પેજ પર પ્રતિબંધ મૂક્યો હતો. ફેસબુકના આ પ્રતિબંધમાં ન્યૂઝ વેબસાઇટ તેમજ કેટલાક સરકારી વિભાગો અને સરકારી સાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પર્યાવરણ પ્રધાન સુસાન લેએ પુષ્ટિ કરી કે સરકારના હવામાન વિભાગના પેજને પણ ફેસબુકના પ્રતિબંધની ખરાબ અસર પડી છે. લોકોને ફેસબુક પેજ બદલે વેબસાઇટની મુલાકાત લેવાની અપીલ કરી હતી. રાતોરાત ભારે વરસાદને પગલે બ્યુરોએ ક્વીન્સલેન્ડ રાજ્યના ભાગો માટે પૂરની ચેતવણીઓ આપી ત્યાર બાદ આ બનાવ બન્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઘણા પેજ થયા બંધ

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ફાયર ડિપાર્ટમેન્ટના ફેસબુક પેજ પરથી પણ કંઈપણ પોસ્ટ કરવા પર બેન કરી દેવાયું છે. આ સિવાય ઘણા વિપક્ષી નેતાઓ, ઘણા રાજ્ય વિભાગ પણ આનાથી પ્રભાવિત થયા.

ઓછામાં ઓછા ત્રણ રાજ્યના આરોગ્ય વિભાગો, જે હજારો ઓસ્ટ્રેલિયન લોકો માટે કોરોનો વાયરસ રોગચાળા અંગે નિયમિત અપડેટ્સ જાહેર કરતા હતા, તે પણ તેનાથી પ્રભાવિત થયા છે. રાષ્ટ્રીય જાતીય હુમલા અને ઘરેલું હિંસા સેવા, કેટલીક દાન સંસ્થાઓ સાથે સાથે ફેસબુકનું પોતાનું પેજ પણ ઓસ્ટ્રેલિયામાં વપરાશકર્તાઓ માટે બ્લેન્ક નજર આવ્યું.

ફેસબુક અને ગૂગલને કરવી પડશે ચુકવણી

ઓસ્ટ્રેલિયામાં ગૂગલ અને ફેસબુકએ પ્રકાશકોને સમાચાર છાપવા બદલ ચૂકવણી કરવી પડશે. સરકાર આ બાબતે કાયદો બનાવવા જઈ રહી છે. મંગળવારે કહેવામાં આવ્યું કે પ્રકાશકોએ ન્યૂઝ લિંક પરના દરેક ક્લિક બદલે રકમ ચૂકવવી પડશે.

ગૂગલ અને ફેસબુકે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ધમકી આપી છે કે જો આ કાયદો પસાર થશે તો ગૂગલ દેશમાં તેની સેવાઓ બંધ કરશે. તે જ સમયે ફેસબુકએ કહ્યું હતું કે જો તેને ચૂકવણી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે અને જો આમ થાય છે તો ઓસ્ટ્રેલિયન પ્રકાશકોને સમાચાર શેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ફેસબુકે બાદમાં આ કરી પણ બતાવ્યું છે.

Next Article