EPFO Fraud: PF ખાતાધારકો રહો સાવધાન ! તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જાણો શું સાવચેતી રાખવી, જુઓ Video

|

Aug 01, 2023 | 12:44 PM

EPFOએ ટ્વીટ કર્યું હતું કે, સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા છેતરપિંડી કરનારાઓ સબસ્ક્રાઇબર પાસેથી નામ, PAN, આધાર, UAN, બેંક એકાઉન્ટ અને OTP જેવી માહિતીની માગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. આવા છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહો.

EPFO Fraud: PF ખાતાધારકો રહો સાવધાન ! તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જાણો શું સાવચેતી રાખવી, જુઓ Video
EPFO Fraud

Follow us on

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે નિવૃત્તિ લાભ યોજના ચાલે છે. આ યોજના એમ્પ્લોઇડ પ્રોવિડન્ટ ફંડ (EPF) છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેનું સંચાલન કરે છે. EPF ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર એટલે કે કંપની બંને તરફથી ફાળો હોય છે. EPF એક એવું ખાતું છે, જેમાં નિવૃત્તિ સુધીમાં મોટી રકમ જમા થાય છે. હાલના સમયમાં EPFOના નામે લોકો સાથે છેતરપિંડી (Cyber Crime) થઈ રહી છે.

EPFO ક્યારેય કોઈ અંગત માહિતી માંગતું નથી

જો કોઈ તમને PF ખાતાના નામે ફોન કરે, વોટ્સએપ, મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા આધાર કાર્ડ, બેંક ખાતાની માહિતી, પાન નંબર વગેરે જેવી માહિતી માંગે તો ભૂલથી પણ તેને શેર ન કરો. જો તમે આ કરો છો, તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન પોતે એટલે કે EPFOએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપી હતી કે, આ માહિતી ક્યારેય કોઈની સાથે શેર કરવી નહીં. ઈપીએફઓ ક્યારેય આવી કોઈ માહિતી માંગતી નથી.

આવી લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો

લોકોએ અજાણી લિંક્સથી પણ દૂર રહેવું જોઈએ. છેતરપિંડી કરનારાઓ તમને તમારા પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા અથવા પીએફ ખાતાધારકોને લાલચ આપવાના નામે નકલી લિંક્સ મોકલે છે. આવી લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો, કારણ કે આ લિંક્સ નકલી છે જે તમને છેતરવાનું કામ કરે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

માહિતીની માંંગીને કરી રહ્યા છે છેતરપિંડી

PF ખાતાધારકોએ તેમના ખાતામાં નોમિની એડ કરવાનું રહે છે. જેની આડમાં છેતરપિંડી કરનારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જો તમને કોલ, મેસેજ અથવા અન્ય કોઈ રીતે સંપર્ક કરવામાં આવે અને ગોપનીય માહિતી માંગવામાં આવે તો તેને ક્યારેય શેર કરશો નહીં. અન્યથા તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

EPFOએ ટ્વીટ કર્યું હતું કે, સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા છેતરપિંડી કરનારાઓ સબસ્ક્રાઇબર પાસેથી નામ, PAN, આધાર, UAN, બેંક એકાઉન્ટ અને OTP જેવી માહિતીની માગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. આવા છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહો.

 

 

આ પણ વાંચો : PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજનાના નામે ફેક કોલ અને SMS દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું

ફ્રોડથી કેવી રીતે બચવું

1. જો તમે કોઈપણ સંસ્થાનો હેલ્પલાઈન નંબર શોધી રહ્યા છો, તો તમારે ફક્ત તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ત્યાંથી મેળવવો જોઈએ.

2. જો તમે PF માટે કસ્ટમર કેર નંબર શોધી રહ્યા છો, તો તમે EPFOની સત્તાવાર વેબસાઇટ અથવા શાખામાંથી નંબર મેળવી શકો છો.

3. આ માટે તમારે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

4. તમારા એકાઉન્ટની વિગતો કોઈની સાથે શેર કરશો નહીં.

5. જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસેથી OTP માંગે છે, તો તેને બિલકુલ શેર કરશો નહીં.

6. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article