યૂઝર્સ થયા તલપાપડ! એલોન મસ્કે Grok નું એક અદ્ભુત ફીચર બતાવ્યું, વધુ પાવરફુલ AI ટૂલ્સ ભવિષ્યમાં ઉમેરવામાં આવશે

એલોન મસ્કે Grok AI ની બીજી એક અદ્ભુત સુવિધા રજૂ કરી છે. એલોન મસ્કે જણાવ્યું કે, ફોટાને ફક્ત સેકન્ડોમાં જ વીડિયોમાં ફેરવી શકાય છે.

યૂઝર્સ થયા તલપાપડ! એલોન મસ્કે Grok નું એક અદ્ભુત ફીચર બતાવ્યું, વધુ પાવરફુલ AI ટૂલ્સ ભવિષ્યમાં ઉમેરવામાં આવશે
| Updated on: Nov 09, 2025 | 8:48 PM

એલોન મસ્કે એક નવી Grok AI સર્વિસ શરૂ કરી છે. એલોન મસ્કની AI ચેટબોટ ટેકનોલોજી ‘Grok’ હવે ક્રિએટિવિટીના એક નવા લેવલે લઈ જઈ રહી છે. મસ્કે X પ્લેટફોર્મ પર જણાવ્યું કે, યુઝર્સ કોઈપણ ઇમેજ પર લોન્ગ-પ્રેસ કરીને તેને શોર્ટ વીડિયો ક્લિપમાં બદલી શકે છે. આ નવી સુવિધા ફક્ત સેકન્ડોમાં સ્થિર ફોટો (Still Photo) ને એનિમેટેડ મોશનમાં કન્વર્ટ કરી શકાય છે.

આ નવી સુવિધા કેવી રીતે કામ કરે છે:

  1. યુઝર્સ ગ્રોક ઇન્ટરફેસમાં કોઈપણ ઈમેજ પસંદ કરી શકે છે.
  2. બસ લોન્ગ-પ્રેસ કરવાથી જ આપમેળે Image-to-Video એન્જિન ઓટોમેટિક રન થાય છે.
  3. પ્રોમ્પ્ટ એડ કરીને આઉટપુટ સ્ટાઇલને કસ્ટમાઇઝ કરી શકાય છે.
  4. આટલું કર્યા બાદ વીડિયો થોડીવારમાં જ તૈયાર થઈ જશે અને સીધો શેર પણ કરી શકાશે.

એલોન મસ્કે પોતે ડેમો બતાવ્યો

મસ્કે એક સેમ્પલ પોસ્ટ કરી, જેમાં દર્શાવવામાં આવ્યું કે ક્રિએટિવ કસ્ટમ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને સામાન્ય ઇમેજને કેવી રીતે એનિમેટેડ વીડિયોમાં ફેરવી શકાય છે. તેમણે આને એક જાદુઈ અનુભવ ગણાવ્યો, જે એક કલ્પનાને તરત જ વીડિયો વાસ્તવિકતામાં બદલી દે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

આ ફીચર લાઇવ થતા જ X પર યૂઝર્સે Grok AI ટૂલને મોટાપાયે અજમાવવાનું શરૂ કરી દીધું. અનેક યૂઝર્સે પોતાના ક્રિએટિવ ક્લિપ્સ શેર કર્યા અને તેને AI ક્રિએટિવિટીના નેક્સ્ટ-લેવલ ઇનોવેશન તરીકે ગણાવ્યું. રિપોર્ટ્સ અનુસાર, આ ફીચર X એપ અને સ્ટેન્ડઅલોન એપ બંને પર રોલઆઉટ થઈ ગયું છે. મસ્કે સંકેત આપ્યો છે કે, આવતા મહિનામાં વધુ પાવરફુલ AI ટૂલ્સ પણ ઉમેરવામાં આવશે.

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 8:47 pm, Sun, 9 November 25