Elon muskની મોટી જાહેરાત, ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને આપવા પડશે 8 ડોલર

|

Nov 02, 2022 | 12:01 AM

આજે મંગળવારે જાહેરાત કરી હતી કે, ટ્વિટરનો ઉપયોગ કરતા લોકો તેમના એકાઉન્ટની ચકાસણી કરાવી શકશે અને દર મહિને 8 ડોલર ચૂકવીને 'બ્લુ ટિક' મેળવી શકશે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે કે "ટ્વિટર પર ની વર્તમાન લોર્ડ્સ એન્ડ પીઝન્ટ સિસ્ટમ જેની પાસે બ્લુ ટિક છે કે નથી તે બકવાસ છે. લોકો પાસે હવે પાવર! બ્લુ ટિક માટે $8/મહિના ."

Elon muskની મોટી જાહેરાત, ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને આપવા પડશે 8 ડોલર
Elon Musk Big Announcement
Image Credit source: Twitter

Follow us on

એલોન મસ્કે આજે મંગળવારે જાહેરાત કરી હતી કે, ટ્વિટરનો ઉપયોગ કરતા લોકો તેમના એકાઉન્ટની ચકાસણી કરાવી શકશે અને દર મહિને 8 ડોલર ચૂકવીને ‘બ્લુ ટિક’ મેળવી શકશે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે કે “ટ્વિટર પર ની વર્તમાન લોર્ડ્સ એન્ડ પીઝન્ટ સિસ્ટમ જેની પાસે બ્લુ ટિક છે કે નથી તે બકવાસ છે. લોકો પાસે હવે પાવર! બ્લુ ટિક માટે $8/મહિના .” પહેલા ટ્વિટર પર ટ્વિટર દ્વારા ચકાસણી કરીને પછી બ્લુ ટિક મેળવી શકાતી હતી, પણ હવે 8 ડોલર આપીને તમે ટ્વિટર પર બ્લુ ટિક મેળવી શકશો.

Elon muskની ટ્વિટ દ્વારા મોટી જાહેરાત

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લાંબા વિડિયો અને ઑડિયો પોસ્ટ કરવાની સુવિધા

તેમણે ઉમેર્યું હતું કે દેશની ખરીદ શક્તિની સમાનતા મુજબ કિંમતો ગોઠવવામાં આવશે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે એમ પણ ઉમેર્યું હતું કે બ્લુ ટિક ધરાવતા લોકોને બહુવિધ લાભો હશે, જેમાં “જવાબો, ઉલ્લેખો અને શોધમાં અગ્રતા, જે સ્પામ/કૌભાંડને હરાવવા માટે જરૂરી છે, લાંબા વિડિયો અને ઑડિયો પોસ્ટ કરવાની ક્ષમતા અને અડધી જેટલી જાહેરાતો”

 

ટ્વિટર બ્લુ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું?

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્વિટર બ્લુ ગયા વર્ષે જૂનમાં વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, કંપનીની પ્રથમ સબ્સ્ક્રિપ્શન સેવા જે વપરાશકર્તાઓને માસિક સબ્સ્ક્રિપ્શન આધારે પ્રીમિયમ સુવિધાઓની વિશિષ્ટ ઍક્સેસ સુવિધા પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે આ સબસ્ક્રિપ્શન સાથે યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે.

મસ્કે તાજેતરમાં જ ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં હસ્તગત કર્યું હતું. એક્વિઝિશન પછી, મસ્કે કોઈ સમય બગાડ્યો નહીં અને સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને પોલિસી ચીફ વિજયા ગડ્ડે સહિત સાઇટના ટોચના નેતાઓને બરતરફ કર્યા હતા. ભવિષ્યમાં એલોન મસ્કે આવા અનેક નવા અને અનોખા દબલાવ કરી શકે છે.

Published On - 11:55 pm, Tue, 1 November 22

Next Article