WhatsApp ચેટ લીક થવાનો ડર થશે ખતમ, કંપની જલ્દી જ લાવી રહી છે શાનદાર ફીચર

|

Mar 11, 2021 | 9:46 AM

લોકો WhatsApp ચેટિંગ એપને સુરક્ષિત એપ માને છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન એવી ઘટના બની છે કે WhatsApp ચેટ લીક થઇ હોય. આ સમયે WhatsAppને પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે. WhatsApp હાલમાં જ એક નવા ફીચર પર કામ કરી રહી છે જેનાથી WhatsApp ચેટને લીક થવાથી રોકી શકાય.

WhatsApp ચેટ લીક થવાનો ડર થશે ખતમ, કંપની જલ્દી જ લાવી રહી છે શાનદાર ફીચર

Follow us on

લોકો WhatsApp ચેટિંગ એપને સુરક્ષિત એપ માને છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન એવી ઘટના બની છે કે WhatsApp ચેટ લીક થઇ હોય. આ સમયે WhatsAppને પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે. WhatsApp હાલમાં જ એક નવા ફીચર પર કામ કરી રહી છે જેનાથી WhatsApp ચેટને લીક થવાથી રોકી શકાય.
આ ફીચર પાસવર્ડ ચેટ બેકઅપ (password-protected chats backup)ના નામથી ઓળખવામાં આવશે. આ ફીચર આવવાથી WhatsApp ચેટને લીક થવાથી રોકી શકાય. આ ફક્ત તમારી પર્સનલ ચેટનો બેકઅપ જ નહીં રાખે પરંતુ તે પાસવર્ડથી સુરક્ષિત રહેશે. જો કે, આ પાસવર્ડ સુરક્ષિત ફીચર કેટલા સમયમાં શરૂ થશે તે જાણી શકાયું નથી.

WABetaInfo રિપોર્ટ અનુસાર તાજેતરનું બીટા અપડેટ વર્ઝન v2.20.66 છે. તેમાં પાસવર્ડથી પ્રોટેક્ટેડ બેકઅપ સુવિધા જોવા મળી છે. આ જરૂર છે કે આ સુવિધાને ક્લાઉડ પર સ્ટોર ચેટ બેકઅપને ઍક્સેસ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. આ ક્લાઉડ પર પણ ચેટને એન્ક્રિપ્ટેડ રાખશે. WABetaInfo ના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે પાસવર્ડ સુરક્ષિત રક્ષિત બેકઅપ સુવિધા રજૂ કરવામાં આવશે. ચેટ બેકઅપને ઍક્સેસ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. આ પાસવર્ડ ઓછામાં ઓછા 8 અક્ષરોનો હશે. ઉપરાંત, તેમાં કેટલાક સ્પેશિયલ કેરેક્ટર અને નંબરને પણ સામેલ કરવા પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

WhatsApp અન્ય ઘણી સુવિધાઓ પર પણ કામ કરી રહ્યું છે. જે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. તેમાં WhatsApp audio મેસેજને લગતી એક વિશેષ સુવિધા શામેલ છે. જેની મદદથી યુઝર્સ ઓડિયો સંદેશાઓની રીડ રિસિટ બંધ કરી શકશે. તેમાં iOSપર એક નવું અપડેટ ઉમેર્યું છે.

Next Article