Electricity Bill Fraud: તમારું ગયા મહિનાનું વીજળીનું બિલ ભરવાનું બાકી છે, જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, જુઓ Video

|

Aug 10, 2023 | 1:28 PM

જો તમારા મોબાઈલ પર કોઈ મેસેજ આવે છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વીજળીનું બિલ ન ભરવા પર વીજળી કાપી નાખવામાં આવશે, તો ગભરાશો નહીં. આ એક છેતરપિંડીની નવી પદ્ધતિ છે, જેમાં તમને વીજળીનું બિલ ભરવા માટે એક લિંક મોકલવામાં આવે છે.

Electricity Bill Fraud: તમારું ગયા મહિનાનું વીજળીનું બિલ ભરવાનું બાકી છે, જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, જુઓ Video
Electricity Bill Fraud

Follow us on

લોકો જીવનને સરળ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તેની સાથે તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે અને લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે. અવિરત વીજ પુરવઠો આજે આપણા જીવન માટે જરૂરી છે. છેતરપિંડી કરનારાઓએ લોકોને મેસેજ દ્વારા બિલની (Electricity Bill Fraud) ચૂકવણી કરી નથી અને તમારા ઘરનો પાવર કટ થઈ જશે તેવી ધમકી આપીને ફ્રોડ (Cyber Crime) કરી રહ્યા છે.

આ એક છેતરપિંડીની નવી પદ્ધતિ

જો તમારા મોબાઈલ પર કોઈ મેસેજ આવે છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વીજળીનું બિલ ન ભરવા પર વીજળી કાપી નાખવામાં આવશે, તો ગભરાશો નહીં. આ એક છેતરપિંડીની નવી પદ્ધતિ છે, જેમાં તમને વીજળીનું બિલ ભરવા માટે એક લિંક મોકલવામાં આવે છે અને જ્યારે તમે લિંક પર ક્લિક કરો છો, ત્યારે તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે.

સાયબર ઠગ મોબાઈલને ક્લોન કરી લે છે

આ ઉપરાંત જો તમને વીજળી બિલ, કેશબેક અથવા ઓફર માટે કોઈ સંદેશ મળે છે, તો સાવચેત રહો. સાયબર નિષ્ણાતો આવા સંદેશાઓથી બચવાની સલાહ આપે છે. તમે ફ્રોડ મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરો છો ત્યારે સાયબર ઠગ મોબાઈલને ક્લોન કરી લે છે અને ફોનને કંટ્રોલ કરી લે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

 

ઘણી વખત ઠગ ફોન પર લિંક મોકલીને એપ ડાઉનલોડ કરવાનું કહે છે. જેના કારણે ખાતાની વિગતો ઠગ પાસે જાય છે અને પાસવર્ડ ચોરી કરીને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. ઘણા લોકોને SMS દ્વારા અથવા વોટ્સએપ પર વીજ પુરવઠા માટે તેમના બાકી લેણાં ચૂકવવા વિશે મેસેજ મળી રહ્યા છે, જો તમે નિષ્ફળ જશો તો રાત્રે 9.30 વાગ્યા સુધીમાં વીજળી કાપી નાખવામાં આવશે.

એકાઉન્ટની માહિતી મેળવી કરે છે છેતરપિંડી

આ સાથે જ મેસેજમાં એક વીજળી અધિકારીનો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે. તેના પર કોલ કરવા પર તમને AnyDesk જેવી કોમ્પ્યુટર શેરિંગ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ તમારા મોબાઇલને એક્સેસ કરવા માટે પાસકોડ માંગે છે. ત્યારબાદ તે બાકી રકમનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે. તેની પાસે તમારી સ્ક્રીનનો એક્સેસ હોવાથી, તમે જે કરો છો તેનું રેકોર્ડિંગ કરે છે. તમારા એકાઉન્ટની બધી માહિતી મેળવી છેતરપિંડી આચરવામાં આવે છે.

આ પણ વાંચો : SBI Fake Website Fraud: SBIની ફેક વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી, બેંકે ગ્રાહકોને કર્યા સતર્ક, જુઓ Video

છેતરપિંડીની ફરિયાદ ક્યા અને કેવી રીતે કરવી

જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે, તો તમારે સૌથી પહેલા 1930 નંબર પર સંપર્ક કરીને તમારી સાથે થયેલી છેતરપિંડીની વિગતો જણાવવી જોઈએ. આ નંબર ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમનો હેલ્પલાઈન નંબર છે. તેનાથી છેતરપિંડી કરનારને ટ્રાન્સફર કરાયેલા નાણાં ફ્રીઝ કરવામાં મદદ મળે છે. તમે તમારી ફરિયાદ ભારત સરકારની વેબસાઇટ cybercrime.gov.in પર હિન્દી અથવા અંગ્રેજીમાં કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article