
કેન્દ્ર સરકારે ડિજિટલ સ્પેસ અને સોશિયલ મીડિયાને વધુ સુરક્ષિત અને જવાબદાર બનાવવાની દિશામાં ખૂબ જ મજબૂત પગલું ભર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચનાઓ અનુસાર, હવે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે માહિતી મળ્યાના માત્ર 3 કલાકની અંદર તેમના પ્લેટફોર્મ પરથી કોઈપણ વાંધાજનક, ગેરકાયદેસર અથવા સંવેદનશીલ સામગ્રીને દૂર કરવી ફરજિયાત છે.
અગાઉ સોશિયલ મીડિયા કંપનીઓને ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવા માટે 24થી 36 કલાક મળતા હતા. હવે આ સમય મર્યાદા ઘટાડીને માત્ર 3 કલાક કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે ડિજિટલ યુગમાં કોઈપણ ડીપફેક અથવા ભ્રામક વીડિયો થોડી જ મિનિટોમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે. તેના કારણે વ્યક્તિની પ્રતિષ્ઠા, સામાજિક સૌહાર્દ અને જાહેર સુરક્ષાને ગંભીર અને ભરપાઈ ન થઈ શકે તેવી હાનિ થઈ શકે છે. આવી સ્થિતિમાં 3 કલાકની આ સમય મર્યાદા શરૂઆતમાં જ વાંધાજનક સામગ્રીના પ્રસારને રોકવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે પ્લેટફોર્મ 3 કલાકની મર્યાદાનું પાલન કરતા નથી તેઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) કાયદાની કલમ 79 હેઠળ સેફ હાર્બરનું કાનૂની રક્ષણ ગુમાવશે. આ પછી, સંકળાયેલી કંપનીઓને મધ્યસ્થી દ્વારા નહીં પરંતુ સીધી કાનૂની અને ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો, ગરમીમાં AC ચાલશે પણ બિલ આવશે ‘ઝીરો’? જાણો શું છે સરકારની આ જાદુઈ સ્કીમ!