Aadhaar PAN Link Fraud: આધાર-પાન કાર્ડ લિંક કરવાના નામે છેતરપિંડી, જાણો કેવી રીતે રાખવી સાવધાની, જુઓ Video

|

Jul 24, 2023 | 1:19 PM

દેશમાં આવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. સાયબર અપરાધીઓએ આધાર કાર્ડ ધારકનો મોબાઈલ નંબર અને સરનામું બદલી નાખ્યું છે અને તેના આધારે બેંકમાંથી લાખો રૂપિયાની લોન મંજૂર કરી છે.

Aadhaar PAN Link Fraud: આધાર-પાન કાર્ડ લિંક કરવાના નામે છેતરપિંડી, જાણો કેવી રીતે રાખવી સાવધાની, જુઓ Video
Aadhaar PAN Link Fraud

Follow us on

દેશમાં સાયબર ક્રાઈમમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઈમના (Cyber Crime) આ યુગમાં તમારે તમારો PAN કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર તમારા ATM કાર્ડની પિનની જેમ જ સુરક્ષિત રાખવો જોઈએ. દેશમાં આવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. સાયબર અપરાધીઓએ આધાર કાર્ડ ધારકનો મોબાઈલ નંબર અને સરનામું બદલી નાખ્યું છે અને તેના આધારે બેંકમાંથી લાખો રૂપિયાની લોન મંજૂર કરી છે.

પાન કાર્ડ કે આધાર કાર્ડ સંબંધિત માહિતી શેર કરવી નહીં

સામાન્ય લોકોએ તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબરને કોઈ પણ જગ્યાએ શેર કરવાનું ટાળવું જોઈએ. આ બંને નંબર એટીએમ પિનની જેમ કોઈની સાથે શેર ન કરવા જોઈએ. દરરોજ લોકોને બેંક લોનના નામે ફોન કોલ્સ અને મેઇલ આવે છે. આવા ફોન કોલ્સ અને મેઇલ પર ક્યારેય તમારું પાન કાર્ડ કે આધાર કાર્ડ સંબંધિત માહિતી શેર કરવી જોઈએ નહીં.

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાના બહાને છેતરપિંડી

સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જ્યારે પણ કોઈ નવી પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે સાઈબર ગુનેગારો સક્રિય થઈ જાય છે. સાયબર ઠગ્સે હવે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયાનો આશરો લીધો છે. છેતરપિંડી કરનારા લોકોને આવકવેરા અધિકારી તરીકે ઓળખાવતા હોય છે. ઠગ લોકોને કહે છે કે તમારે તમારા PAN ને આધાર સાથે લિંક કરવું પડશે. આ માટે એક કોડ આવશે, તેને શેર કરવાનો રહેશે. જે પછી ફ્રી PAN ને આધાર સાથે લિંક કરવામાં આવશે.

Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા

ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઈને ચેક કરો

ઠગ દ્વારા આ OTP માંગવામાં આવે છે અમે તમે OTP આપતા જ ખાતામાંથી પૈસા ઉપડી જાય છે. તેથી ડોક્યુમેન્ટ સાથે જોડાયેલી કોઈપણ લિંક પર ક્લિક ન કરો. આ સિવાય કોઈપણ પ્રકારનો OTP આવે ત્યારે તેને શેર કરશો નહીં. ફોન પર તમારી અંગત વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. પાન કાર્ડ અને આધારને લિંક કરવા માટે, તમે ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઈને ચેક કરો. જો તે પહેલાથી જ લિંક છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો : Debit Card Fraud: ડેબિટ કાર્ડ પર આ રીતે થાય છે છેતરપિંડી, ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

 

આ બાબતોનું રાખો ધ્યાન

1. આધાર એપ પર જઈને આધારનું બાયોમેટ્રિક લોક કરી શકાય છે.

2. જો કોઈ તમારી પાસે OTP માંગે, તો તે આપશો નહીં.

3. જો તમને કોઈ લિંક મળે, તો તેના પર ક્લિક કરશો નહીં.

4. આધાર-પાન લિંક માટે આવકવેરાના અધિકારી ફોન કરતા નથી.

5. પાન-આધારને લિંક ફક્ત આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને કરો.

6. કોઈ અજાણ્યા નંબર પરથી પાન-આધારની માહિતી માંગે તો તેને ક્યારેય ન આપો.

7. સાયબર ફ્રોડની ફરિયાદ ઓનલાઈન પોર્ટલ  www.cybercrime.gov.in કે હેલ્પલાઈન નંબર 1930 પર કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article