
ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (Cricket World Cup 2023) નું શરૂઆત થઈ ગઈ છે. તેમાં 10 ટીમ વચ્ચે કુલ 48 ક્રિકેટ મેચ રમાશે. દેશમાં ક્રિકેટ ચાહકોની સંખ્યા ખૂબ જ વધારે છે. તેથી સાયબર (Cyber Crime) ગુનેગારો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ફેક ઓનલાઈન ટિકિટ બુકિંગ દ્વારા ક્રિકેટ રસીકો સાથે ફ્રોડ (Cyber Fruad) કરવામાં આવી રહ્યું છે. મેચ જોવા જવાના ઉત્સાહમાં ક્રિકેટ ચાહકો સરળતાથી સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે. ચાકો જાણીએ કે, ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટના નામે કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે.
સાયબર ગુનેગારો ફેક ઓનલાઈન ટિકિટ વેચીને લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. તેના માટે સ્કેમર્સ સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ અને એક્સ (ટ્વીટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેક ટિકિટ વેચવાના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. ભૂતકાળમાં પણ ટિકિટ બુકિંગના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
મેચની ટિકિટો માટે સાયબર ગુનેગારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત આપીને વેચાણ કરી રહ્યા છે. એડ વાંચીને જ્યારે લોકો સ્કેમર્સનો સંપર્ક કરે છે ત્યારે તે લોકોને એડવાન્સ રૂપિયા જમા કરાવવા માટે કહે છે. રકમ મળ્યા બાદ તેઓ ફેક ઓનલાઈન ટિકિટ મોકલે છે અને ફરી અમૂક રકમ જમા કરવવા માટે કહે છે. ત્યારબાદ બાકી રહેતી રકમ બાદમાં આપવાનું કહેવામાં આવે છે. આ રીતે લોકો સાયબર જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવે છે.
આ ઉપરાંત સ્કેમર્સ ફેક હોટેલ, ફ્લાઈટ કે બસ ટિકિટ બુકિંગના નામે પણ છેતરપિંડી પણ કરી રહ્યા છે. જે શહેરમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાશે ત્યાં આવેલી જુદી-જુદી હોટલના રૂમનું ભાડું વધારે હોઈ છે, તેથી સાયબર ગુનેગારો તેનો ફાયદો ઉઠાવીને સસ્તી હોટલ બુકિંગના નામે લોકોને છેતરે છે. આવી જ રીતે સસ્તી ફ્લાઈટ ટિકિટ, બસ ટિકિટ અને રેલવે ટિકિટના નામે લોકો સાથે છેતરપિંડી થઈ શકે છે.
ટિકિટ બૂકિંગ વિશે માહિતી કે જાણકારી માટે હંમેશા ICCની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જ મેળવો. આ ઉપરાંત તમને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) ની સત્તાવાર વેબસાઇટ્સ પરથી પણ માહિતી મળી શકે છે. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડ થાય તો http://cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો