CoWin Update : વેક્સિનેશન રજીસ્ટ્રેશનને લઈ આવ્યું મોટુ અપડેટ, હવે એક મોબાઈલ નંબર પર આટલા લોકો કરી શકશે રજીસ્ટ્રેશન

|

Jan 22, 2022 | 2:37 PM

કોરોના વેક્સિન રજીસ્ટ્રેશનને લઈ મહત્વું અપડેટ આવ્યું છે જેમાં આ સુધારાથી તમે વધુ બે સભ્યોનું રજીસ્ટ્રેશન કરી શકો છો ઉપરાંત પોર્ટલે પર બીજા પણ મહત્વના ફેરફાર કર્યા છે.

CoWin Update : વેક્સિનેશન રજીસ્ટ્રેશનને લઈ આવ્યું મોટુ અપડેટ, હવે એક મોબાઈલ નંબર પર આટલા લોકો કરી શકશે રજીસ્ટ્રેશન
Important Update on Corona Vaccine Registration (File Photo)

Follow us on

કોરોના રજીસ્ટ્રેશન (Corona Vaccine)ને લઈ મહત્વના સમાચાર આવ્યા છે જેમાં CoWin પોર્ટલમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે આ પ્લેટફોર્મ પર એક મોબાઈલ નંબરથી 6 લોકોને રજીસ્ટ્રેશન કરવાની મંજૂરી આપે છે. અગાઉ આ પ્લેટફોર્મ પર માત્ર 4 લોકો જ એક મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા. નવા ફીચર સેલ્ફ રજીસ્ટ્રેશન પોર્ટલ CoWin પર એડ (CoWin Update)કરવામાં આવ્યું છે. તેને આ રીતે સમજીએ, જો તમે તમારા ફોન નંબર સાથે ચાર લોકોનું રજીસ્ટ્રેશન (Registration) કરાવ્યું હોય, તો તમે પહેલા નવા સભ્યને ઉમેરી શકતા ન હતા. પરંતુ હવે આ અપડેટ પછી તમે વધુ બે સભ્યો ઉમેરી શકો છો.

સરકારે વધુ એક ફેરફાર કર્યો છે. જેમાં હવે યુઝર્સ તેમની વેક્સિનેશન સ્થિતિને રિવોક કરી શકે છે. આ યુટિલિટી ફિચરથી યુઝર Co-WIN એકાઉન્ટમાં વર્તમાન વેક્સિનેશન સ્ટેટસને રિવોક કરી શકે છે. તમે તેને ફુલી વેક્સિનેટેડથી આંશિક વેક્સિનેટેડ અથવા અનવેક્સિનેટેડ સ્ટેટસ કરી શકો છો.

આ પાર્શિયલી વેક્સિનેટેડ અથવા અનવેક્સિનેટેડ સ્ટેટસમાં પણ ચેન્જ કરી શકાશે. લાભાર્થી રસીકરણની સ્થિતિ સુધારી શકે છે. આ સુવિધા એટલા માટે આપવામાં આવી છે કે રસીકરણના ડેટા એન્ટ્રીમાં વેક્સિનેટ કરનાર દ્વારા કોઈ કેસમાં કરવામાં આવેલી ભૂલને સુધારી શકાય.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ઑનલાઇન રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી, ફેરફાર થવામાં 3 થી 7 દિવસનો સમય લાગી શકે છે. આ માટે, તમે Raise an Issu વિકલ્પ વડે ઓનલાઈન રિક્વેસ્ટ કરી શકો છો. રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી, જ્યારે તમારી વેક્સિનેશનની સ્થિતિ બદલાશે, ત્યારે તમે રસીની બાકીની માત્રા લઈ શકો છો. આ માટે, તમારે નજીકના રસીકરણ માટે ઑનલાઇન સ્લોટ બુક કરવો પડશે અથવા સ્થળ પર ઉપલબ્ધ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવી પડશે.

આ ઉપરાંત તમે પરિવારના સભ્યોને વેક્સિનેટ કરાવા માટે રજીસ્ટ્રેશન કરી શકો છો જેમાં અગાઉ 4 સભ્યોએ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે હજુ 2 સભ્યો એડ કરી શકો છો.

આ પણ વાંચો: Tree cultivation: આ લાંબા ગાળાનું રોકાણ છે, જે ભવિષ્યમાં ખેડૂતોને બનાવી શકે છે સમૃદ્ધ

આ પણ વાંચો: Technology News: એક એપથી મેનેજ કરો મલ્ટીપલ Instagram એકાઉન્ટ, આ રહી સરળ રીત

Next Article