Covid-19 : કોરોના વેક્સિન સ્લોટ બુક કરવાનો દાવો કરતી એપ લગાવી શકે છે તમને ચૂનો, એલર્ટ જાહેર

|

May 14, 2021 | 5:19 PM

ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (સીઇઆરટી-ઇન)  Corona રસીના સ્લોટ બુક કરતી નકલી એપ્લિકેશનો અંગે ચેતવણી જાહેર કરી છે. સીઇઆરટીએ કહ્યું છે કે રસી નોંધણીના નામ પર લોકોને સોશ્યલ મીડિયા અને નક્શાઓ દ્વારા નકલી એપની લિંક્સ મળી રહી છે જે ખૂબ જ જોખમી છે અને આ એપ્સ દ્વારા લોકો છેતરાય શકે છે.

Covid-19 : કોરોના વેક્સિન સ્લોટ બુક કરવાનો દાવો કરતી એપ લગાવી શકે છે તમને ચૂનો, એલર્ટ જાહેર
કોરોના વેક્સિન સ્લોટ બુક કરવાનો દાવો કરતી એપ લગાવી શકે છે તમને ચૂનો

Follow us on

ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (સીઇઆરટી-ઇન)  Corona રસીના સ્લોટ બુક કરતી નકલી એપ્લિકેશનો અંગે ચેતવણી જાહેર કરી છે. સીઇઆરટીએ કહ્યું છે કે રસી નોંધણીના નામ પર લોકોને સોશ્યલ મીડિયા અને નક્શાઓ દ્વારા નકલી એપની લિંક્સ મળી રહી છે જે ખૂબ જ જોખમી છે અને આ એપ્સ દ્વારા લોકો છેતરાય શકે છે.

દેશમાં હાલ Corona વેક્સિન માટે ઘણા લોકોને નોંધણી અને સ્લોટ બુકિંગમાં સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, હેકર્સ આ તકનો લાભ લેવા માંગે છે. તકનો લાભ લેવા માટે હેકરોએ ઘણી બનાવટી એપ્લિકેશનો બનાવી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ એપ્સ રજિસ્ટર કરો અને સ્લોટ બુક કરાવો. તો સ્લોટ ટૂંક સમયમાં મળી જશે. લોકોના મોબાઈલમાં પણ આ પ્રકારનો બનાવટી મેસેજ ચાલી રહ્યો છે. આ એપ્લિકેશન્સનાં કેટલાક નામ બહાર આવ્યા છે જે Covid-19.apk, Vaci__Regis.apk, MyVaccin_v2.apk, Cov- egis.apk, and Vccin-Apply.apk. નામ છે.

સીઇઆરટીએ કહ્યું છે કે આવી એપ્લિકેશન્સ લોકોની જરૂરી મંજૂરી લે છે અને પછી તેનો દુરૂપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, તેમને ફોન ગેલેરીની જરૂર ન હોવા છતાં પરવાનગી પણ લેવામાં આવી રહી છે. આ એપ્સ દ્વારા ડેટા લીકેજ થવાની પણ સંભાવના છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કોરોના રસી માટે નોંધણી થાય છે
કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રસી નોંધણી કરવામાં આવી રહી છે. ઉપરાંત, જો કોઈ એપ્લિકેશન અથવા પોર્ટલ તેવો દાવો કરે છે તો પછી તેનાથી દૂર રહો. પહેલા તમારે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ દ્વારા રજિસ્ટર કરાવવું પડશે અને તે પછી તમારે એપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે. સ્લોટ બુક થયા બાદ તમારે કોરોના વેક્સિન લેવા સમયસર પહોંચવું પડશે.

આ ઉપરાંત સરકારે Coronaવેક્સિનના સ્લોટ બુકિંગના ગેરઉપયોગને લઇને હવે ચાર અંકનો વેરિફિકેશન અંક પણ મેસેજ કરે છે. જે તમારે કોરોના વેક્સિન લેતા પૂર્વે સેન્ટરમાં દેખાડવો પડશે અને તે નંબર મેચ થયા બાદ જ તમને કોરોન વેક્સિન મળશે.

Next Article