Chandrayaan 3 : ઈસરો અને ભારતીયો માટે આજે ઐતિહાસિક દિવસ છે. 14 જુલાઈ, 2023એ લોન્ચ થયેલું ચંદ્રયાન આજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. આજે 5 ઓગસ્ટ, 2023ના સાંજે 7 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-3એ ચંદ્રના (Moon) લગભગ બે તૃતીયાંશ અંતરને પૂર્ણ કરી લીધું છે. હાલમાં ચંદ્રયાન 3 ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં છે, આજે ચંદ્રયાન 3 ચંદ્રની વધુ નજીક પહોંચી જશે.
ચંદ્રયાન 3 પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. બેંગ્લોરના ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સતત ચંદ્રયાન પર નજર રાખી રહ્યું છે. તેના માટે લાઈવ ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈવ ટ્રેકરની મદદથી તમે ચંદ્રયાન 3ની સફરને લાઈવ જોઈ શકો છો. તેની મદદથી તમે જાણી શકો છો કે ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન 3ને કેટલો સમય લાગશે અને તેની ઝડપ કેટલી છે.
ચંદ્રયાન 3નું લાઈવ લોકેશન
ચંદ્રયાન 3 મિશનની હમણા સુધીની ઘટનાઓ
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches #Chandrayaan-3 Moon mission from Satish Dhawan Space Centre in Sriharikota.