લોન્ચ માટે Chandrayaan-3 રોકેટ તૈનાત, ISRO એ ટ્વિટર પર શેયર કર્યો Video

|

Jul 05, 2023 | 6:03 PM

Chandrayaan-3 Mission News : 12 થી 19 જુલાઈની વચ્ચે ચંદ્રયાન-3 લોન્ચ થશે. તેની સંભવિત લોન્ચ તારીખ 13 જુલાઈ, 2023 કહેવામાં આવી રહી છે. પહેલા 2 ચંદ્રયાન મિશન બાદ ઈસરોનો આ ત્રીજો પ્રયાસ છે. ઈસરોના આંધ્રપ્રદેશના તટ પર સ્થિત શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ રોકેટ લોન્ચ થશે.

લોન્ચ માટે Chandrayaan-3 રોકેટ તૈનાત, ISRO એ ટ્વિટર પર શેયર કર્યો Video
chandrayaan 3 mission

Follow us on

Chandrayaan-3 Mission : ઈસરોમાં આજકાલ ભારે હલચલ જોવા મળી રહી છે. ઈસરોના વૈજ્ઞાનિકો ભારતના એક મહત્વપૂર્ણ મિશનને સફળ બનાવવા માટે દિવસ-રાત એક કરીને તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. દુનિયામાં રહેતા દરેક ભારતીયોને ઈસરોના મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે ઈસરોએ ચંદ્રયાન-3ના રોકેટનો વીડિયો શેયર કર્યો છે.

12 થી 19 જુલાઈની વચ્ચે ચંદ્રયાન-3 લોન્ચ થશે. તેની સંભવિત લોન્ચ તારીખ 13 જુલાઈ, 2023 કહેવામાં આવી રહી છે. પહેલા 2 ચંદ્રયાન મિશન બાદ ઈસરોનો આ ત્રીજો પ્રયાસ છે. ઈસરોના આંધ્રપ્રદેશના તટ પર સ્થિત શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ રોકેટ લોન્ચ થશે. આ મિશન માટે ખાસ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચો : AI Chatbotને ક્યારેય જણાવતા નહીં તમારી આ 5 વાતો, જો કહીં તો સમજો નુકશાન પાક્કુ !

 ઈસરો એ શેયર કર્યો રોકેટનો વીડિયો

 


આ પણ વાંચો :  Technology News: આખો દિવસ AC ચલાવવા પર પણ બિલ આવશે અડધુ ! વાંચો કઈ રીતે ચિંતા થશે દુર

આ ત્રણ ભાગમાં તૈયાર થયુ ચંદ્રયાન-3

  1. પ્રોપલ્શન મોડ્યુલ: સ્પેસ મિશન પર જતા સ્પેસક્રાફટના પહેલા ભાગને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે છે. તે કોઈપણ સ્પેસક્રાફટને ઉડવાની શક્તિ આપે છે.
  2. લેન્ડર મોડ્યુલ: આ ચંદ્રયાન-3નો બીજો અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. તે રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટે જવાબદાર છે.
  3. રોવરઃ આ ચંદ્રયાનનો ત્રીજો ભાગ છે, રોવર, જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકત્રિત કરશે અને હલનચલન કર્યા પછી તેને પૃથ્વી પર મોકલશે.

આ પણ વાંચો : Kedarnath Dham માં મોબાઈલ અને રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે મંદિર સમિતિ, આ છે કારણ

ચંદ્રયાન-3 મિશન અંગેની ખાસ વાતો

  • ચંદ્રયાન-3 મિશન માટે 75 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા છે.
  • ચંદ્રયાન-3 મિશન ઈસરોના ચંદ્રયાન-2 મિશનનું ફોલો-અપ મિશન છે.
  • ચંદ્રયાન – 3ના લેન્ડરને ચંદ્રના દક્ષિણી ગોળાર્ધ એટલે કે દક્ષિણી ધ્રુવ પાસે લેન્ડ કરાવવામાં આવશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:03 pm, Wed, 5 July 23

Next Article