ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન પછી હવે લેન્ડર વિક્રમ પણ સ્લીપ મોડમાં આવી ગયું છે. ઈસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3એ તેનું કામ પૂર્ણ કરી લીધું છે. ચંદ્રયાનથી જે અપેક્ષા રાખવામાં આવી હતી તેના કરતાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે. આ માહિતી સાથે ઈસરોએ ‘મૂન હોપ’ની એક ખાસ તસવીર પણ શેર કરી છે.
આ પણ વાંચો: Breaking News : આવતીકાલ સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રો દૂર કરાશે, સ્વામીનારાયણ સંપ્રદાયે કરી જાહેરાત
ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રની જમીન પર હાજર રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ વિશે માહિતી આપી છે. ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિક્રમ લેન્ડરને આજે ભારતીય સમય અનુસાર 8 વાગ્યે સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે લેન્ડર રીસીવર ચાલુ રાખવામાં આવ્યું છે અને સૌર ઉર્જા સમાપ્ત થયા બાદ વિક્રમ લેન્ડર રોવર પ્રજ્ઞાનની બાજુમાં સ્લીપ મોડ પર પહોંચી ગયું છે. હવે દરેકને અપેક્ષા છે કે વિક્રમ અને પ્રજ્ઞાન 22 સપ્ટેમ્બરે ફરી સક્રિય થશે.
Chandrayaan-3 Mission:
Vikram Lander is set into sleep mode around 08:00 Hrs. IST today.Prior to that, in-situ experiments by ChaSTE, RAMBHA-LP and ILSA payloads are performed at the new location. The data collected is received at the Earth.
Payloads are now switched off.… pic.twitter.com/vwOWLcbm6P— ISRO (@isro) September 4, 2023
14 જુલાઈના રોજ લોન્ચ કરાયેલા ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમે અત્યાર સુધી કામ પૂર્ણ કર્યું છે. રોવર દ્વારા અત્યાર સુધી પૃથ્વી પર જે પણ માહિતી મોકલવામાં આવી છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે રોવર પ્રજ્ઞાને ઓક્સિજનની સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એલ્યુમિનિયમ, આયર્ન, ટાઇટેનિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, સિલિકોનલ અને સલ્ફર શોધી કાઢ્યું છે. આ શોધ સાથે, ભારત વિશ્વનો પહેલો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓક્સિજનનો પુરાવો આપ્યો છે. ISROનું આગામી પડાવ ચંદ્રના આ ભાગમાં જીવનના પુરાવા શોધવાનું છે.
ઈસરોના વૈજ્ઞાનિકોએ 23 ઓગસ્ટે સાંજે 6:03 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. લેન્ડર વિક્રમ ચંદ્ર પર ઉતર્યાના લગભગ ચાર કલાક પછી રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર પગ મૂક્યો હતો. રોવર પ્રજ્ઞાને ચંદ્ર પરના શિવશક્તિ બિંદુથી છેલ્લા 10 દિવસમાં 100 મીટરનું અંતર કાપ્યું છે જ્યાં લેન્ડર વિક્રમે પગ મૂક્યો હતો. 10 દિવસની યાત્રા પૂર્ણ કર્યા બાદ હવે તે સ્લીપ મોડમાં આવી ગઈ છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો