સિમ કાર્ડ કે નેટવર્ક વગર પણ થઈ શકશે કોલ ! BSNL લાવી રહ્યું ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ ટેક્નોલોજી, Airtel-Jioનું વધ્યુ ટેન્શન

|

Oct 18, 2024 | 12:44 PM

BSNL એ વૈશ્વિક સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની Viasat સાથે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ ટેક્નોલોજીની સફળ ટ્રાયલ પૂર્ણ કરી છે. ટૂંક સમયમાં જ યુઝર્સ સિમ કાર્ડ અને નેટવર્ક વગર પણ કોલ કરી શકશે.

સિમ કાર્ડ કે નેટવર્ક વગર પણ થઈ શકશે કોલ ! BSNL લાવી રહ્યું ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ ટેક્નોલોજી, Airtel-Jioનું વધ્યુ ટેન્શન
BSNL Brings Direct-to-Device

Follow us on

BSNL એ વૈશ્વિક સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની Visat સાથે મળીને ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ (D2D) ટેક્નોલોજીની સફળ ટ્રાયલ પૂર્ણ કરી છે. યુઝર્સ હવે કોઈપણ સિમ કાર્ડ કે નેટવર્ક વગર પણ ઓડિયો-વિડિયો કોલિંગ કરી શકશે. સરકારી ટેલિકોમ કંપનીની આ નવી ટેક્નોલોજી વપરાશકર્તાઓને તેમના એન્ડ્રોઇડ અથવા iOS સ્માર્ટફોન તેમજ સ્માર્ટવોચ અથવા અન્ય સ્માર્ટ ઉપકરણો પર કનેક્ટિવિટી પ્રદાન કરશે.

સિમ કાર્ડ કે નેટવર્ક વગર પણ કરી શકશો કોલ

BSNL અને Viasat Communication દ્વારા વિકસિત આ ટેક્નોલોજી ઈમરજન્સીની સ્થિતિમાં યુઝર્સને નેટવર્ક વગર કોલ કરવાની સુવિધા પૂરી પાડશે. જો કે, અન્ય ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ, જિયો અને વોડાફોન-આઇડિયા પણ તેમની સેટેલાઇટ કનેક્ટિવિટી સેવાઓ પર કામ કરી રહી છે. એરટેલે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024 દરમિયાન તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાનો ડેમો પણ આપ્યો છે. આ મેગા ટેક ઈવેન્ટમાં BSNL એ તેની ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સેવાનો સફળતાપૂર્વક ટ્રાયલ પણ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સેવા શું છે?

ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ એ સેટેલાઇટ કોમ્યુનિકેશન પર આધારિત કનેક્ટિવિટી સેવા છે, જેમાં કોઈ પણ મોબાઈલ ટાવર કે વાયર વગર એક ઉપકરણ બીજા સાથે કનેક્ટ કરી શકાય છે. સેટેલાઇટ ફોનની જેમ, આ ટેક્નોલોજીનો ઉપયોગ સ્માર્ટફોન, સ્માર્ટ વોચ અથવા અન્ય સ્માર્ટ ગેજેટ્સ સાથે સંચાર સ્થાપિત કરવા માટે થાય છે.

સત્તાવાર જાહેરાત કરી

BSNL અને Viasat દ્વારા હાથ ધરવામાં આવેલા આ ટ્રાયલમાં દ્વિ-માર્ગી અને SOS મેસેજિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અજમાયશ NTN કનેક્ટિવિટી ઇન્સ્ટોલ કરેલ કોમર્શિયલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર હાથ ધરવામાં આવી હતી. સરકારી ટેલિકોમ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા આ ટ્રાયલમાં 36 હજાર કિલોમીટરના અંતરથી સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરીને ફોન કોલ કરવામાં આવ્યા હતા. કંપનીએ તેની સત્તાવાર જાહેરાતમાં આ માહિતી શેર કરી છે.

Next Article