Amazon અને Flipkartને ટક્કર આપશે CAITનું સ્વદેશી ‘ભારત ઈ માર્કેટ’, સસ્તો મળશે સામાન

|

Mar 10, 2021 | 4:19 PM

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ ઈ-પોર્ટલોના કથિત અનપ્રોફેશનલ આચરણ અને તેમની સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયાની ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને CAIT એક વિક્રેતા મોબાઈલ એપ્લિકેશન 'ભારત ઈ માર્કેટ' લોન્ચ કરવામાં આવશે.

Amazon અને Flipkartને ટક્કર આપશે CAITનું સ્વદેશી ભારત ઈ માર્કેટ, સસ્તો મળશે સામાન
Bharat E-Market

Follow us on

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ ઈ-પોર્ટલોના કથિત અનપ્રોફેશનલ આચરણ અને તેમની સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયાની ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને CAIT એક વિક્રેતા મોબાઈલ એપ્લિકેશન ‘ભારત ઈ માર્કેટ’ લોન્ચ કરવામાં આવશે. આ મહાશિવરાત્રી નિમિત્તે નવી દિલ્હીમાં લોન્ચ કરાશે.

 

‘ભારત ઈ-માર્કેટ’ કેવું હશે?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારત ઈ-માર્કેટ એક સંપૂર્ણ ક્રાંતિકારી મોડલ છે, જેમાં ઓફલાઈન રિટેલ અને આધુનિક ડિજિટલ તકનીકીનો સમાવેશ છે. તે ફક્ત વેપારીઓનું, વેપારીઓ દ્વારા અને વેપારીઓ અને ગ્રાહકો માટે જ બનાવવામાં આવ્યું છે. કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે કેટ ભારતની સૌથી મોટી વેપારી સંસ્થા છે, જે 40 હજારથી વધુ બિઝનેસ એસોસિએશનો દ્વારા 8 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. સીએટીના પોર્ટલની કન્ઝ્યુમર ઓનબોર્ડિંગ એપ્લિકેશન પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

 

વિદેશી સામે સ્વદેશી

CAITના અધ્યક્ષ બી.સી. ભરતીયાનું કહેવું છે કે ભારત ઈ માર્કેટ જે સંપૂર્ણ રીતે “ભારતીય” છે અને આ સ્વદેશી પોર્ટલ વિદેશી મલ્ટિનેશનલ જાયન્ટ્સ સામે સ્પર્ધા માટે ભારતના 8 કરોડ વેપારીઓને એક સમાન સ્તરનું મંચ પૂરું પાડશે. ભારત ઈ માર્કેટ એક અનોખું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે, જ્યાં વેપારીઓને હવે તેમના જૂના સ્થાપિત ગ્રાહકોની ડિજિટલ રૂપે સેવા કરવાની તક મળશે, જેની સાથે તેઓ વર્ષોથી વ્યવસાય કરે છે.

 

સસ્તા ભાવે સામાન

CAITનો દાવો છે કે ભારતીય ઓફલાઈન વેપારીઓને કોઈનો ડર નથી. ‘ભારત ઈ-માર્કેટ’ સાથે વેપારી ઘરે ઘરે પહોંચશે. જેમાં બહુ ઓછા સમયમાં સામાન પહોચાડવામાં આવશે. CAITનો દાવો છે કે આ માર્કેટ સૌથી સસ્તા ભાવે સામાન આપશે.

 

વિદેશી કંપની પર આરોપ

CAITએ ભારતના ઈ કોમર્સ બજારોના વર્તમાનમાં પડી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. એનું કામ બહુરાષ્ટ્રીય કંપનીને ગણાવીને કહ્યું હતી કે આ કંપનીઓ સરકારના એફડીઆઈના નિયમો નથી પાળતી.

 

 

આ પણ વાંચો: MTAR Technologies IPO : શેરનું એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે જાણશો? વાંચો અહેવાલમાં

Next Article