આ આવનારા ફીચરની મદદથી યુઝર્સ ઘણી બધી અનરીડ ચેટ્સનો સારાંશ એકસાથે જોઈ શકશે. એટલે કે દરેક ચેટ ખોલીને લાંબી-લાંબી વાતચીત વાંચવાની જરૂર નહીં પડે. આ ફીચર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ ઘણા બધા ગ્રુપ્સનો ભાગ છે અને દરેક મેસેજ વાંચવો તેમના માટે શક્ય નથી હોતો.એક નાના સારાંશ દ્વારા તેમને આખી વાતચીતનો અંદાજો મળી જશે.
આ ફીચરને સુરક્ષિત બનાવવા માટે WhatsApp એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે જેને Private Processing કહેવામાં આવે છે. જ્યારે પણ યુઝર કોઈ ચેટનો સારાંશ જોવાની રિકવેસ્ટ કરશે, ત્યારે માત્ર નવા અને અનરીડ મેસેજ જ પ્રોસેસ કરવામાં આવશે. ત્યારબાદ એક સુરક્ષિત સિસ્ટમની અંદર તેનો ટૂંકો સારાંશ તૈયાર કરવામાં આવશે.
સૌથી ખાસ વાત એ છે કે આ પ્રોસેસ દરમિયાન ન તો WhatsApp કે ન તો તેની પેરેન્ટ કંપની Meta યુઝરના મેસેજ અથવા તેના સારાંશને એક્સેસ કરી શકશે. આના કારણે આ ફીચર અન્ય AI ટૂલ્સની સરખામણીમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
આ ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક હશે એટલે કે તેને જબરદસ્તી કોઈના પર લાગુ કરવામાં આવશે નહીં. યુઝર્સ પોતે નક્કી કરશે કે તેમને કઈ ચેટ્સની સમરી (સારાંશ) જોવી છે. આ સિવાય Private Processing પણ ડિફોલ્ટ રીતે બંધ રહેશે, જેને યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ સેટિંગ્સમાં જઈને ચાલુ કરી શકશે. આ રીતે યુઝર્સના ડેટા પર તેમનો પૂરો કંટ્રોલ જળવાઈ રહેશે.
હાલમાં આ ફીચર એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. કંપની તેને બહેતર બનાવવા માટે સતત કામ કરી રહી છે. ટેસ્ટિંગ પૂરું થયા પછી તેને ધીમે-ધીમે વધુ યુઝર્સ સુધી પહોંચાડવામાં આવી શકે છે.
જેમ-જેમ મેસેજિંગ એપ્સ પર એક્ટિવિટી વધી રહી છે તેમ-તેમ મેસેજનો બોજ પણ વધી રહ્યો છે. આવા સમયે આ ફીચર યુઝર્સને સમય બચાવવામાં મદદ કરશે અને વારંવાર લાંબી ચેટ્સ સ્ક્રોલ કરવાની પરેશાનીમાંથી રાહત આપશે.
શું સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ખુલ્લી રહેલી એપ્સ ખરેખર વધુ બેટરી વાપરે છે ? જાણો સત્ય