Breaking News: સ્માર્ટફોન થશે સસ્તા..! મોબાઇલ ઇન્ડસ્ટ્રીએ નાણાં મંત્રીને પત્ર લખી GST 18% થી ઘટાડી 5% કરવા કરી માંગ

ભારતમાં સ્માર્ટફોનની ઘટતી સ્થાનિક માંગ અને મોંઘા થતા હેન્ડસેટ્સ વચ્ચે ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને કેન્દ્રીય નાણાં મંત્રીને પત્ર લખ્યો છે. સંગઠને મોબાઇલ ફોન પર લાગતો GST 18% થી ઘટાડીને 5% કરવાની માંગણી કરી છે. પરંતુ શું સરકાર આ માંગ સ્વીકારશે અને ફોનની કિંમતોમાં કેટલો ઘટાડો થશે?

Breaking News: સ્માર્ટફોન થશે સસ્તા..! મોબાઇલ ઇન્ડસ્ટ્રીએ નાણાં મંત્રીને પત્ર લખી GST 18% થી ઘટાડી 5% કરવા કરી માંગ
| Updated on: Sep 14, 2026 | 10:00 PM

દેશમાં મોબાઇલ ફોન ઉત્પાદકોના મુખ્ય સંગઠન ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) દ્વારા સ્થાનિક બજારમાં ઘટતી માંગને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ મોટી માંગણી કરવામાં આવી છે. ICEA એ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મોબાઇલ ફોન પર લાગુ જીએસટી (GST) નો દર વર્તમાન 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની અપીલ કરી છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે મેમરી ચિપના વધતા ભાવો અને ટેક્સના ઊંચા બોજને કારણે સામાન્ય લોકો માટે સ્માર્ટફોન ખરીદવા મુશ્કેલ બની રહ્યા છે.

ICEA એ 2 સપ્ટેમ્બરના રોજ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ઉત્પાદનના જથ્થાની દ્રષ્ટિએ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બની ગયો છે અને નાણાકીય વર્ષ 2025-26 માં મોબાઇલ ફોન દેશની સૌથી મોટી નિકાસ પ્રોડક્ટ તરીકે ઊભરી આવ્યો છે.

18% થી ઘટાડીને 5% કરવાની માંગ

સંગઠને જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ અને નિકાસ ક્ષેત્રે મેળવેલી સફળતા સ્થાનિક માર્કેટમાં પ્રતિબિંબિત થઈ રહી નથી. ભારતમાં હેન્ડસેટ્સનો વપરાશ ઘટ્યો છે, લોકો જૂનો ફોન લાંબો સમય સુધી વાપરી રહ્યા છે અને ખાસ કરીને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટ ભારે દબાણ હેઠળ છે. ICEA ના ચેરમેન પંકજ મોહિન્દ્રુએ જણાવ્યું કે જ્યાં સુધી સ્થાનિક બજારમાં તેજી નહીં આવે ત્યાં સુધી મેન્યુફેક્ચરિંગ ગ્રોથના આગામી તબક્કાને અસર પહોંચશે. આથી સરકારે મોબાઇલ ફોન અને તેના સ્પેરપાર્ટ્સ પરનો GST 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવો જોઈએ.

અમેરિકાની સરખામણીએ ભારતમાં iPhone મોંઘા

સંગઠનના જણાવ્યા મુજબ ભારતમાં જ આઇફોનનું ઉત્પાદન થતું હોવા છતાં ઊંચા ટેક્સ અને રૂપિયાના અવમૂલ્યનના કારણે તેના ભાવો ઘણા વધારે છે. ભારતમાં તાજેતરમાં રજૂ થયેલી iPhone 18 સિરીઝ અને iPhone Duo અમેરિકાની સરખામણીએ લગભગ ₹40,000 થી ₹1.15 લાખ સુધી મોંઘા વેચાઈ રહ્યા છે.

સ્માર્ટફોનની કિંમતોમાં 35% થી 45% નો વધારો

એપ્રિલ 2020 માં મોબાઇલ પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હતો, જેનાથી ડિજિટલ ઉપકરણો મોંઘા થયા છે. છેલ્લા 1 વર્ષમાં ભારતમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનની કિંમતોમાં આશરે 35 થી 45 ટકાનો વધારો થયો છે, જ્યારે ₹10,000 થી ઓછી કિંમતના સ્માર્ટફોનની ઉપલબ્ધતા ઘટીને માત્ર 5 ટકાથી પણ ઓછી રહી ગઈ છે. કરવેરો ઘટવાથી ગ્રે માર્કેટ પર અંકુશ આવશે અને સામાન્ય નાગરિકો માટે સ્માર્ટફોન ખરીદવા વધુ સસ્તા બનશે.

ફોન વરસાદમાં પલળી જાય તો ભૂલથી પણ ચાર્જર ન લગાવતા, થઈ શકે છે મોટું નુકસાન; જાણો બચાવની સાચી રીત

Follow Us
Loading...
Unable to load recommendations.