
ટેકનોલોજીની દુનિયામાં એલોન મસ્કે વધુ એક મોટો ધમાકો કર્યો છે. એલોન મસ્કે X પ્લેટફોર્મ પર એક નવું મેસેજિંગ ફીચર XChat લોન્ચ કર્યું છે. આ નવા ચેટિંગ સિસ્ટમ દ્વારા હવે યૂઝર્સને વધુ પ્રાઇવસી, મજબૂત સિક્યુરિટી અને અત્યંત સરળ ઈન્ટરફેસનો અનુભવ થશે.
‘XChat’ એ X પ્લેટફોર્મનું નવું ઇનબિલ્ટ ચેટ ફીચર છે, જે હાલમાં અમુક પેઈડ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. આમાં યૂઝર્સને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સાથે વેનિશિંગ મેસેજ મોકલવાનો દમદાર ઓપ્શન મળે છે. આ સિવાય સૌથી મોટી ખાસિયત એ છે કે, હવે ઓડિઓ અને વીડિયો કોલ માટે ફોન નંબરની જરૂર પડશે નહીં. માત્ર એક X એકાઉન્ટ દ્વારા ચેટિંગ અને કોલિંગ બંને શક્ય બનશે. ચેટિંગ અને કોલિંગની આ સર્વિસ દરેક ડિવાઇસ પર જોવા મળશે.
એલોન મસ્કે દાવો કર્યો છે કે, XChat એક નવા પ્રકારના એન્ક્રિપ્શન આર્કિટેક્ચર પર બનાવાયું છે, જે Rust ભાષા પર આધારિત છે. તેણે તેને “બિટકોઇન સ્ટાઇલ એન્ક્રિપ્શન” કહ્યું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કંપનીએ સિક્યુરિટી મામલે કોઇપણ પ્રકારનો સમજોતો કર્યો નથી. જો કે, યૂઝર્સને ચેટ અને ડેટા સુરક્ષિત રાખવા માટે ચાર અંકોનો PIN કોડ સેટ કરવાનો ઓપ્શન પણ મળશે. આનાથી યૂઝર્સની ચેટ વધુ સુરક્ષિત બની જશે.
All new XChat is rolling out with encryption, vanishing messages and the ability to send any kind of file. Also, audio/video calling.
This is built on Rust with (Bitcoin style) encryption, whole new architecture.
— Elon Musk (@elonmusk) June 1, 2025
હાલમાં XChat બીટા વર્ઝનમાં છે. જાણકારી અનુસાર તેમાં ગ્રુપ ચેટનો વિકલ્પ પણ જલ્દી જોવા મળશે. આ સાથે જ “Unread” રહેવા દેવાનો વિકલ્પ પણ મળશે, એટલે કે તમે ચેટ વગર વાંચે પણ છોડી શકો છો. તદુપરાંત ફાઇલ શેરિંગ પણ સરળ બની જશે, કારણ કે XChat દ્વારા હવે કોઇપણ પ્રકારની ફાઇલ મોકલી શકાશે તેવું ફીચર એડ કરવામાં આવ્યું છે. હમણાં XChatનું શરૂઆતી વર્ઝન માત્ર અમુક પેઈડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે પરંતુ આશા છે કે ટૂંક સમયમાં દરેક X યૂઝર્સ માટે આ વર્ઝન રોલઆઉટ કરવામાં આવશે.
‘XChat’એ મસ્કના મોટા પ્લાનનો ભાગ છે, જેમાં તે ‘X’ને માત્ર સોશિયલ નેટવર્ક નહીં પણ “everything app” બનાવવા માંગે છે. સોશિયલ મીડિયા, પેમેન્ટ, કોલિંગ અને હવે ચેટિંગ સાથે ‘X’ ધીરે ધીરે એક મલ્ટિફંક્શનલ પ્લેટફોર્મ બની રહ્યું છે.
XChat દ્વારા મસ્કે સ્પષ્ટ કરી દીધું છે કે, તે ‘X’ને એક ઓલ-ઇન-વન ડિજીટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવા માગે છે. નવી ટેક્નોલોજી, પ્રાઇવસી અને યૂઝર એક્સપિરિયન્સ પર ધ્યાન આપીને XChat ચેટિંગને હજુ વધુ સ્માર્ટ, સુરક્ષિત અને સરળ બનાવશે.
Published On - 7:04 pm, Mon, 2 June 25