‘ChatGPT’એ તો ખરો ખેલ કર્યો ! ‘તરબૂચ કેવું નીકળશે’ તે કહી બતાવ્યું

જાણીને નવાઈ લાગશે પણ વાત ખરી છે કે, ભવિષ્યમાં ફળો અને શાકભાજી ખરીદવા માટે 'AI'નો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં જ એક વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક યુવક ChatGPTની મદદથી તરબૂચ ખરીદી રહ્યો છે. એવામાં જાણો કે 'ChatGPT'એ યુવકની તરબૂચ ખરીદવામાં કેવી રીતે મદદ કરી.

ChatGPTએ તો ખરો ખેલ કર્યો ! તરબૂચ કેવું નીકળશે તે કહી બતાવ્યું
| Updated on: Jun 08, 2025 | 3:01 PM

દરેક વ્યક્તિ જાણે છે કે, આવનારો સમય ટેકનોલોજીનો છે અને એમાંય ખાસ કરીને ‘AI’એ તો ઘણું કામ સરળ બનાવ્યું છે. જો કે, ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ‘AI’નો ઉપયોગ ફળો અને શાકભાજી ખરીદવા માટે પણ થતો હશે.

‘ChatGPT’ને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો ‘ChatGPT’ની મદદથી તરબૂચ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે યુવકે ‘ChatGPT’ના પ્રો-વર્ઝનનો ઉપયોગ કર્યો હતો.

‘ChatGPT’નું પ્રો-વર્ઝન

ChatGPTના પ્રો-વર્ઝનમાં કેમેરા અને માઇક્રોફોનની સર્વિસ આપવામાં આવી છે. આ સર્વિસ માટે તમારે ChatGPT સબ્સ્ક્રાઇબ કરવું પડશે. વીડિયોમાં, છોકરો ChatGPT પાસેથી તરબૂચ ખરીદવા માટેની મદદ માંગે છે. હવે આના જવાબમાં, ChatGPT છોકરાને કહે છે કે, વજનમાં ભારે લાગતું તરબૂચ અંદરથી રસદાર અને મીઠું હોય છે.

 

આ પછી, છોકરો એક તરબૂચ હાથમાં લે છે અને ‘ChatGPT’ તે તરબૂચને જોઈને કહે છે કે, તરબૂચનો રંગ અને આકાર સારો દેખાય છે. આ તરબૂચ મીઠું હોઈ શકે છે. આ પછી, છોકરો તરબૂચને થપથપાવે છે અને ‘ChatGPT’ને અવાજ સંભળાવે છે. આના જવાબમાં ‘ChatGPT’ તેને કહે છે કે, તરબૂચનો અવાજ એક મીઠા તરબૂચ જેવો જ છે.

તરબૂચ કેવું નીકળ્યું?

જણાવી દઈએ કે, છોકરો તે તરબૂચ ઘરે લાવે છે અને તપાસ કરે છે કે ‘ChatGPT’નો અંદાજ સાચો છે કે નહીં. તરબૂચ કાપતા જ જોવા મળે છે કે તરબૂચ આખું લાલ અને રસદાર છે. આ વિડિયોથી કહી શકાય કે, ભવિષ્યમાં ચેટજીપીટી જેવા AI મોડેલો માણસો માટે એક માર્ગદર્શક બની શકે છે.

આ વીડિયો પછી નિષ્ણાતોમાં ચર્ચા વધુ તીવ્ર બની છે કે, શું ભવિષ્યમાં માણસો દરેક કાર્ય માટે ChatGPT પર નિર્ભર રહેશે? કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા શરૂ કરી છે કે, વિદેશી કંપનીઓ ભારતીય બાળકોની મગજની ક્ષમતા ઘટાડવા માટે આવા ટૂલ લાવી રહી છે.

ટેકનોલોજીને લગતા ઘણી માહિતી જાણવા તેમજ રોજ બરોજ લોન્ચ થતા મોબાઈલ ફોન અંગેની માહિતી જાણવા અહીં ક્લિક કરો